________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૨૯ છે. પૃથ્વી એ દેવ છે. જલ એ દેવ છે. આ બીજા સઘળા ય પાઠો પાંચ ભૂતો છે એમ સૂચવે છે. આવો અર્થ તમારા મનમાં પ્રવર્તે છે.
પ્રથમ પાઠ ભૂતોની નાસ્તિતાને સૂચવનારો અને બીજા બે પાઠો ભૂતોની અસ્તિતાને સૂચવનારા છે. આવા પ્રકારના વેદપાઠોના પરસ્પર વિરુદ્ધ અર્થ કરવાથી તમને સંશય થયેલો છે. પરંતુ આ વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. તથા યુક્તિને પણ તમે જાણતા નથી. તેથી જ તમે આવા સંશયને કરો છે. તે વેદપદોના સાચા અર્થ આ પ્રમાણે છે. જે અર્થ હું તમને આગળ ઉપર સમજાવું છું. ll૧૬૮ll,
भूएसु तुज्झ संका, सुविणय-माओवमाइं होजत्ति । न वियारिजंताई, भयंति जं सव्वहा जुत्तिं ॥१६९०॥ भूयाइसंसयाओ, जीवाइसु का कहत्ति ते बुद्धी । तं सव्वसुण्णसंकी, मन्नसि मायोवमं लोयं ॥१६९१॥ (भूतेषु तव शङ्का, स्वप्नक-मायोपमानि भवेयुरिति । न विचार्यमाणानि, भजन्ति यत् सर्वथा युक्तिम् ॥ भूतादिसंशयात्, जीवादिषु का कथेति ते बुद्धिः । त्वं सर्वशून्यशङ्की, मन्यसे मायोपमं लोकम् ॥)
ગાથાર્થ - પાંચ ભૂતોને વિષે તમને શંકા છે. પાંચે ભૂતો સ્વપ્નતુલ્ય અને ઈન્દ્રજાલની તુલ્ય માયાસ્વરૂપ છે. વિચાર કરીએ તો પણ તે ભૂતો સર્વથા યુક્તિયુક્ત બેસતાં નથી. હવે જો ભૂતોમાં જ સંશય છે તો જીવ-અજીવ, પુણ્ય-પાપની તો વાત જ શું કરવી. તેથી સર્વત્ર શૂન્યતા જ છે. આવી શંકાવાળા થયા છતા તમે લોકને માયાની ઉપમાવાળું માનો છો. /૧૬૯૦-૧૬૯૧//
વિવેચન - હે આયુષ્યમાન્ વ્યક્તપંડિત ! પૃથ્વી આદિ પાંચે ભૂતોમાં તમને સંદેહ છે. કારણ કે “સ્વોપ હૈ સનમ્" ઈત્યાદિ પૂર્વે કહેલા વેદપાઠમાં આખાય આ જગતને સ્વપ્નની તુલ્ય કહેલું છે. તેથી માયાની ઉપમાવાળું આ જગત છે એમ તમે માનો છો. જેમ કોઈ નિર્ધન (ગરીબ) માણસ હોય, તો પણ સ્વપ્નદશામાં પોતાના ઘરના આંગણામાં (ચોકમાં) હાથીઓની ઘટા, ઘોડાઓનો સમૂહ, મણિ-માણેક-સુવર્ણાદિની રાશિ ઈત્યાદિ સ્વરૂપ વિશાલ રાજ્યલક્ષ્મીને પોતાની પાસે નથી તો પણ દેખે છે. વળી કોઈક ઈન્દ્રજાલ રચનાર પુરુષ માયાથી ત્યાં વાસ્તવિક ન હોય તો પણ કનક-મણિ મોતી-રજત-બગીચા