________________
૪૨૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ક્ષયથી જીવમાં સિદ્ધત્વ પ્રગટ થાય છે તેમ કર્મોના ક્ષયથી આ જીવમાં તે ગતિક્રિયા પણ પ્રગટ થાય છે. માટે આત્મા જેમ સિદ્ધત્વ દશાવાળો છે તેમ ગતિક્રિયાવાળો પણ છે જ. //૧૮૪૯
किं सिद्धालयपरओ न गई, धम्मत्थिकायविरहाओ । सो गइउवग्गहकरो, लोगम्मि जमत्थि नालोए ॥१८५०॥ (किं सिद्धालयपरतो न गति-धर्मास्तिकायविरहात् । स गत्युपग्रहकरो लोके, यदस्ति नालोके ॥)
ગાથાર્થ - તો મુક્તાત્માની સિદ્ધાલયથી ઉપર ગતિ કેમ થતી નથી ? ધર્માસ્તિકાયનો વિરહ હોવાથી, કારણ કે તે ગતિમાં મદદગાર છે અને તે માત્ર લોકમાં જ છે, અલોકમાં નથી. /૧૮૫oll
વિવેચન - ઉપર કરેલી ચર્ચાથી જણાય છે કે કર્મક્ષય થવાથી જેમ સિદ્ધત્વ પ્રગટે છે તેમ જીવનો ઊર્ધ્વગતિ સ્વભાવાદિ હોવાથી પરમાત્મા સાત રાજ ઊર્ધ્વગતિ કરે છે તેથી આત્મા સક્રિય છે. તો અહીં પ્રશ્ન થાય છે કે જો ઊર્ધ્વગતિ સ્વભાવ છે તો સાતરાજ જ ગતિ કેમ કરે છે ? વધારે ગતિ કેમ કરતા નથી ? અર્થાત્ ઉપર કહેલા ન્યાય પ્રમાણે સિદ્ધ પરમાત્માને ગતિક્રિયા વડે સક્રિયત્ન ઈચ્છાય છે તો સિદ્ધાલયથી એટલે કે સિદ્ધ ભગવંતોને રહેવાના ક્ષેત્રથી આગળ અલોકમાં પણ તે મુક્ત થતા જીવની ગતિ કેમ થતી નથી ?
ભગવાન - હે મંડિક ! સિદ્ધાલયથી આગળ ગતિમાં સહાયક એવું જે ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે તેનો વિરહ છે. તેથી મુક્ત થતા જીવની ગતિ સિદ્ધાલયથી આગળ થતી નથી.
મંડિક - હે ભગવાન ! અલોકમાં ધર્માસ્તિકાયનો વિરહ કેમ છે ?
ભગવાન - હે મંડિક ! જે કારણથી આ ધર્માસ્તિકાય દ્રવ્ય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલું જ નહીં પણ આ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો હોવા અને ન હોવાના કારણે જ લોક અને અલોક એવા બે ભાગ પડેલા છે. જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે તે લોક અને જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નથી તે અલોક કહેવાય છે. જો અલોકમાં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે આમ કહીએ તો લોક-અલોક જેવી કોઈ વ્યવસ્થા જ ન રહે. માટે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ