________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૨૯
દ્રવ્યો જ્યાં છે તે લોક અને આ પાંચ દ્રવ્યો જ્યાં નથી તે અલોક કહેવાય છે. આવી અનાદિકાલની જગવ્યવસ્થા છે.
મંડિક - હે ભગવાન્ ! અલોકમાં આ ધર્માસ્તિકાય દ્રવ્ય ભલે ન હોય. મુક્ત જીવને ઊર્ધ્વગતિ કરવાના કાર્યનો આ પ્રસંગ છે. તેમાં ધર્માસ્તિકાય ન હોય તો શું દોષ ? તેથી પ્રસ્તુત કાર્યમાં બીનઉપયોગી એવા તે ધર્માસ્તિકાયની શી જરૂર ? ભલે તે ન હોય. તેના વિના પણ અલોકમાં મુક્તજીવની ગતિ હો. કારણ કે ઊર્ધ્વગતિ સ્વભાવ હોવાથી સાત રાજ જ ગતિ કરવી એવો કોઈ નિયમ નથી. તેથી આવા નિયમના અભાવે અલોકમાં પણ મુક્તજીવની ગતિ થવી જોઈએ.
ભગવાન ! હે મંડિક ! આ પ્રશ્ન અયુક્ત કારણ કે જીવોની અને પુદ્ગલોની ગતિમાં ઉપગ્રહ કરવાના સ્વભાવવાળો અર્થાત્ સહાયક એવો આ ધર્માસ્તિકાય છે. અન્ય કોઈ સહાયક દ્રવ્ય નથી. અને આ ધર્માસ્તિકાય દ્રવ્ય જે સહાયક છે તે લોકાકાશમાં જ છે. અલોકાકાશમાં નથી. તેથી મુક્તજીવની ગતિ અલોકાકાશમાં થતી નથી. આ પ્રમાણે માછલાને તરવાની શક્તિ જેમ પોતાની છે તો પણ સહાયક એવું જલદ્રવ્ય હોય ત્યાં સુધી જ તરે છે. રેતીવાળો ભાગ આવે ત્યારે માછલું પોતાની શક્તિ હોવા છતાં પણ તરી શકતું નથી. તેમ અલોકમાં ધર્માસ્તિકાયદ્રવ્ય ન હોવાથી સહાયક દ્રવ્યના અભાવે લોકાકાશથી આગળ અલોકાકાશમાં મુક્ત આત્માની ગતિ કેમ પ્રવર્તે ? અર્થાત્ પ્રવર્તતી નથી. II૧૮૫૦
હે ભગવાન્ ! આ વાત કેવી રીતે સમજાય કે લોકથી અન્ય એવો પણ અલોક નામનો કોઈ પદાર્થ છે ? માત્ર લોક જ છે અને અલોક જેવું કોઈ ક્ષેત્ર છે જ નથી. આમ માનીએ તો શું ? આવી શંકાનો ઉત્તર ભગવાન આપે છે
-
लोगस्स त्थि विवक्खो, सुद्धत्तणओ घडस्स अघडोव्व । स घडाइच्चिय मई, न निसेहाओ तदणुरूवो ॥ १८५१ ॥
(लोकस्यास्ति विपक्षः, शुद्धत्वतो घटस्याघट इव ।
स घटादिरेव मतिर्न निषेधात् तदनुरूपः ॥ )
ગાથાર્થ - લોકનો પ્રતિપક્ષી (અલોક જેવો) કોઈક પદાર્થ છે. કારણ કે “લોક”
એ શુદ્ધ પદ હોવાથી, જેમ ઘટનો પ્રતિપક્ષી અઘટ છે તેમ. તે ઘટાદિ જ હો આવો પ્રશ્ન કોઈ કરે તો તે બરાબર નથી. કારણ કે આ પર્યુદાસ નિષેધ હોવાથી તેને અનુરૂપ હોવો જોઈએ. ૧૮૫૧||