________________
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ભગવાન - જ્યાં કોઈ તર્ક ન મળે ત્યાં જો આ રીતે સ્વભાવને જ આગળ કરો તો ભવની ભવાન્તરમાં વિસર્દેશતા થાય છે. કારણ કે ભવનો આવો સ્વભાવ જ છે. આમ ભવની વિદેશતામાં પણ આ રીતે તો કહી જ શકાય છે. સારાંશ કે આ યુક્તિયુક્ત કથન નથી, સર્વત્ર સ્વભાવનો ઉત્તર આપવો એ તો બધી જગ્યાએ સુલભ છે.
૩૬૦
વળી જો તમે કર્મને ન માનો અને સ્વભાવ નામની કોઈ વસ્તુ છે એમ માનો તો બીજા પણ તમને દોષો આવે છે. તે હવે પછીની ગાથામાં કહેવાય છે. ૧૭૮૬-૧૭૮૭
૧૭૮૮॥
सो मुत्तोऽमुत्तो वा, जइ मुत्तो तो न सव्वहा सरिसो । परिणामओ पयं पिव, न देहहेऊ जइ अमुत्तो ॥ १७८९ ॥ उपगरणाभावाओ, न य हवइ सुहम्म । सो अमुत्तो वि । कज्जस्स मुत्तिमत्ता, सुहसंवित्तादिओ चेव ॥ १७९०॥ (स मूर्तोऽमूर्तो वा, यदि मूर्तस्ततो न सर्वथा सदृशः । परिणामतः पय इव, न देहहेतुर्यद्यमूर्तः ॥ उपकरणाभावाद् न च भवति सुधर्मन् । सोऽमूर्तोऽपि । कार्यस्य मूर्तिमत्त्वात्, सुखसंवित्त्यादितश्चैव ॥ )
ગાથાર્થ - તે સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત છે ? જો મૂર્ત છે તો તે સ્વભાવ પરિણામી હોવાથી દૂધની જેમ સર્વકાલે સર્વથા સદેશ રહી ન શકે અને જો અમૂર્ત હોય તો ઉપકરણનો અભાવ હોવાથી તે દેહાદિની રચનાનો હેતુ ન બની શકે. વળી તે સ્વભાવનું કાર્ય (દેહાદિ) મૂર્તિમાન હોવાથી અને સુખ-દુઃખાદિ ભાવોનું સંવેદન થતું હોવાથી તે સ્વભાવ અમૂર્ત પણ હોઈ શકતો નથી. ૧૭૮૯-૧૭૯૦ll
વિવેચન - વળી હે સુધર્મ ! તમે સ્વભાવને ઘટપટ જેવી વસ્તુ છે આમ માન્યું છે. તેથી તે સ્વભાવ શું મૂર્ત ? કે શું અમૂર્ત છે ? જો તે સ્વભાવ મૂર્ત હોય તો કર્મની સાથે તેની શું વિશેષતા રહી ? હું જેને “કર્મ” સમજાવું છું તેને જ તમે સ્વભાવ માન્યો. કારણ કે કર્મ પણ પુદ્ગલદ્રવ્ય હોવાથી વદિ ગુણવાળું છે તેથી મૂર્ત છે અને સ્વભાવ પણ તમે મૂર્ત જ માન્યો, એટલે કર્મથી સ્વભાવ એ કોઈ વિશેષ વસ્તુ રહી નહીં. માત્ર નામાન્તર જ થયું. આ રીતે જો તમે સ્વભાવને મૂર્ત માનશો તો તમે નામાન્તરથી કર્મ સ્વીકારી જ લીધું એવો જ અર્થ થશે.