________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬ ૧
વળી જો સ્વભાવ નામની તમારી માનેલી આ વસ્તુ મૂર્તિ છે તો તે પુદ્ગલદ્રવ્ય થવાથી દૂધાદિની જેમ પરિણામી (પરિવર્તનશીલ) જ હોય અને પરિણામી હોવાથી સદાકાલ સદેશ હોય જ નહીં. તેથી ભવાન્તરમાં સદેશતાનું કારણ બને નહીં. જેમ દૂધ વગેરે દ્રવ્યો પરિણામી હોવાથી સદા સદેશ રહેતાં નથી તેમ સ્વભાવ પણ મૂર્તિ હોવાથી અબ્રાદિના વિકારની જેમ સદા સદેશ નહીં રહે. જેમ અભ્રાદિના વિકારો મૂર્તિ હોવાથી બદલાયા જ કરે છે. ક્યારેક ઘનીભૂત અને ક્યારેક વિરલીભૂત. તેમ સ્વભાવ પણ બદલાતો જ રહેશે, સદા સદેશ રહેશે નહીં. તેથી તે સ્વભાવ વડે ભવાન્તરમાં થતું દેહાદિનું નિર્માણ પણ સદેશ રહેશે નહીં. આ રીતે જો તમે સ્વભાવને મૂર્તિ માનશો તો એક તો કર્મતત્ત્વ સ્વીકાર્યું થશે. વળી મૂર્તિ હોવાથી અને પરિણામી હોવાથી અભ્રાદિના વિકારની જેમ તથા દૂધાદિની જેમ સદા સદશ રહેશે નહીં કે જેથી ભવાન્તરમાં સદેશતા સિદ્ધ થાય.
હવે તે સુધર્મ ! જો આ સ્વભાવ અમૂર્ત છે એમ તમે માનશો તો તે દેહાદિનો આરંભક ઘટી શકશે નહીં, કારણ કે તે અમૂર્ત હોવાથી કોઈનું ઉપકરણ (ઉત્પત્તિમાં નિમિત્ત) બનશે નહીં. તેથી દંડ-ચક્રાદિ ઉપકરણ વિના જેમ કુલાલ ઘટના ઉત્પાદક બનતો નથી તેમ સ્વભાવ એ અનુપકરણ બનવાથી દેહાદિનો આરંભક બનશે નહીં, વળી જેમ આકાશ અમૂર્ત છે તેથી તે દેહાદિનું આરંભક બની શકતું નથી તેમ આ સ્વભાવ પણ અમૂર્ત છે આમ તમે માનશો તો અમૂર્ત (માન્યો) હોવાથી દેહાદિનો આરંભક થશે નહીં. આ રીતે જો આ સ્વભાવને અમૂર્ત માનશો તો અનુપકરણરૂપ હોવાથી દંડ-ચક્રાદિથી વિકલ એવા કુલાલની જેમ અને અમૂર્તિ હોવાથી આકાશની જેમ પારભવિક એવા દેહાદિનો સર્જક તે સ્વભાવ બનશે નહીં.
તથા હે સુધર્મ ! તમારી માનેલી તે સ્વભાવ નામની વસ્તુ અમૂર્ત છે આ વાત પણ યુક્તિસંગત નથી. કારણ કે તમે સ્વભાવને શરીરાદિ કાર્યનું કારણ માનો છો. શરીરાદિ કાર્ય મૂર્તિ છે. તેનું કારણ સ્વભાવ અમૂર્ત કેમ હોય? કારણ કે જેનું કાર્ય મૂર્તિ હોય તેનું કારણ પણ મૂર્ત જ હોય, અમૂર્ત ન હોય. જેમ આકાશ અમૂર્ત છે તો તેનું કાર્ય ક્યારેય મૂર્ત ન હોય અને માટી મૂર્ત છે તો તેનું કાર્ય ઘટ મૂર્તિ જ હોય છે. અહીં સ્વભાવના કાર્યસ્વરૂપે માનેલાં શરીરાદિ મૂર્તિ છે. માટે તેના કારણભૂત સ્વભાવ નામનો પદાર્થ પણ મૂર્ત જ હોઈ શકે (બીજા શબ્દોથી કર્મ જ હોઈ શકે, પણ અમૂર્ત ન હોઈ શકે.
વળી સુખ-દુઃખનું સંવેદન (અનુભવ) થતું હોવાથી પણ તે સ્વભાવ અમૂર્ત નથી. સુખ અને દુઃખનું સંવેદન મૂર્ત એવા શરીર અને ઈન્દ્રિયો દ્વારા જ થાય છે. પણ અમૂર્ત એવા આકાશ દ્વારા થતું નથી. તેથી જો આ સ્વભાવને અમૂર્ત માનશો તો જે આ સુખ