________________
૩૬૨
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
દુઃખનું સંવેદન (અનુભવ) આત્માને થાય છે તે અમૂર્ત એવા સ્વભાવ દ્વારા થઈ શકશે નહીં. સુખ-દુઃખનું સંવેદન આત્માને જે થાય છે તેમાં નિમિત્તકારણ રૂપે કર્મ છે, તે મૂર્ત છે. તેથી મૂર્તના સંબંધથી આ સંવેદન થાય છે. જેમ અનુકૂળ આહાર અને પ્રતિકુલ આહાર મૂર્ત હોવાથી તેના દ્વારા સુખ-દુઃખનું સંવેદન ઘટી શકે છે પરંતુ અમૂર્ત એવા આકાશના સંબંધથી આત્માને સુખ-દુઃખનુ સંવેદન સંભવતું નથી. તેમ જો સ્વભાવને અમૂર્ત માનશો તો તેનો સંબંધ હોવા છતાં પણ આત્માને સુખાદિનું સંવેદન નહીં ઘટે. માટે મૂર્ત જ માનવો પડે અને મૂર્ત માનતાં સંજ્ઞાન્તરથી કર્મ જ સ્વીકારેલું થશે.
આ ચર્ચા બીજા અગ્નિભૂતિ ગણધરની સાથેના વાદવિવાદની ચર્ચામાં ગાથા નંબર ૧૬૨૫-૧૬૨૬-૧૬૨૭ માં ઘણા જ વિસ્તારથી સમજાવેલી છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. આ પ્રમાણે સ્વભાવને જો વસ્તુવિશેષ (એક પદાર્થ છે) આમ માનશો તો શું દોષ આવશે ? તે એકપક્ષ પૂર્ણ કરીને હવે તે સ્વભાવને નિષ્કારણતા (એટલે કારણનો અભાવ) માનશો તો શું દોષ આવે છે તે વાત હવે પછીની ગાથામાં સમજાવે છે. ૧૭૮૯-૧૭૯૦॥
अहवाऽकारणउ च्चिय, सभावओ तो वि सरिसा कत्तो । किमकारणओ न भवे विसरिसया किं व विच्छित्ती ॥ १७९१॥
(अथवाऽकारणत एव स्वभावतस्ततोऽपि सदृशता कुतः । किमकारणतो न भवेद् विसदृशता किं वा विच्छित्तिः ॥ )
ગાથાર્થ - અથવા સ્વભાવ એટલે અકારણતા એ અર્થ જો કરો તો સ્વભાવથી (કોઈપણ જાતના કારણ વિના) સદેશતા જ ભવાન્તરમાં રહેતી હોય તો સદેશતા જ કેમ રહે ? તે જ અકારણતાથી વિસર્દશતા પણ કેમ ન રહે ? અથવા ભવની વિચ્છિત્તિ પણ કેમ ન થાય ? ||૧૭૯૧૫
વિવેચન - ગાથા ૧૭૮૬ માં સ્વભાવના ત્રણ પક્ષો કલ્પીને સુધર્મ બ્રાહ્મણને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે તમે સ્વભાવ એટલે શું માનો છો ? શું સ્વભાવ એ ઘટ-પટ જેવો કોઈ પદાર્થ છે ? શું સ્વભાવ એટલે નિષ્કારણતા છે (જેમાં કોઈ જ કારણ ન હોય એમને એમ થાય તે) ? કે શું સ્વભાવ એ કોઈ વસ્તુનો ધર્મ છે ? આ ત્રણ પક્ષોમાંથી સ્વભાવ એ ઘટ-પટની જેમ કોઈ વસ્તુ છે. આમ જો માનો તો તે મૂર્ત માનશો કે અમૂર્ત માનશો ઈત્યાદિ વિકલ્પો પાડીને દરેક વિકલ્પોમાં દોષ જ આવે છે એમ કહીને પહેલા
પક્ષનું ગાથા ૧૭૮૭ થી ૧૭૯૦ માં ખંડન કર્યું. હવે કદાચ સુધર્મબ્રાહ્મણ સ્વભાવનો અર્થ નિષ્કારણતા કરે, એટલે કે કોઈ કારણ જેમાં નથી તેનું નામ નિષ્કારણતા, વસ્તુમાં એવો