________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૩
સ્વભાવ છે કે કોઈપણ કારણ વિના ભવાન્તરમાં સદેશતા ઉત્પન્ન કરે, તો આ અર્થ પણ બરાબર નથી. કારણ કે જો સ્વભાવનો અર્થ નિષ્કારણતા કરીએ અને તે નિષ્કારણતાથી ભવાન્તરમાં “સશતા” પ્રાપ્ત થતી હોય તો તે જ નિષ્કારણતાથી ભવાન્તરમાં વિસર્દશતા પણ પ્રાપ્ત થાય એવું કેમ ન બને ? જેમ કોઈ પણ જાતના કારણ વિના ભવાન્તરમાં સર્દશતા રહે છે. એમ તમે માનો છો તો તે જ રીતે કોઈ પણ જાતના કારણ વિના વિસર્દશતા પણ રહે, આમ કેમ ન બને ? જો સર્દશતાની પ્રાપ્તિનું કોઈ અસાધારણ કારણ હોય તો તો વિસર્દશતા ન આવે એવું બને પણ કોઈ એવું વિશિષ્ટ કારણ ન જ હોય તો વિસર્દશતા પણ આવે.
તથા જો કારણ વિના સર્દશતા થતી હોય તો ક્યારેક સર્દશતા કે વિસર્દશતા કંઈપણ ન થાય આવું પણ બને. અર્થાત્ આ ભવ પૂર્ણ થતાં બીજો (સદેશ કે અસદેશ) ભવ જ ન થાય, એટલે કે ભવનો વિચ્છેદ થાય આવું પણ કેમ ન બને ? જો સદૃશતાનું કોઈને કોઈ કારણ હોય તો તો સર્દશતાને થવું જ પડે. પણ જો કોઈ કારણ નથી. એમને એમ જ તમે સદંશતા માનો છો તો સર્દશતા થવી જ જોઈએ એવો નિયમ રહેતો નથી. તેથી ક્યારેક વિસર્દશતા પણ થવી જોઈએ અથવા ક્યારેક અકસ્માત્ ભવવિચ્છેદ પણ થવો જોઈએ.
વળી જો કારણ વિના આ ભવાન્તર અકસ્માત્ જ થતો હોય તો ખર-વિષાણ આદિ જે સર્વથા અસત્ વસ્તુ છે તે પણ ક્યારેક અકસ્માત્ બનવી જોઈએ. જો વસ્તુની ઉત્પત્તિમાં કોઈ કારણની જરૂર જ નથી તો ખરવષાણ-આકાશપુષ્પાદિ આવી અસસ્તુ પણ કેમ ન નીપજે ? નીપજવી જોઈએ. તથા અકસ્માત્ બનતાં વાદળાં જેમ અનિયત આકારવાળાં હોય છે તેમ કારણ વિના અકસ્માત્ બનતાં શરીરો અને ઈન્દ્રિયો પણ અમુક પ્રકારનાં પ્રતિનિયત આકારવાળાં ન બનતાં ગમે તેવાં અનિયત આકારવાળાં જ બનવાં જોઈએ. પરંતુ આવું બનતું નથી. તેથી “અકારણતા” પણ સંગત નથી. ૧૭૯૧||
હવે ત્રીજો પક્ષ ‘વસ્તુધર્મ” એ સ્વભાવ છે આમ જો માનશો તો તેને આશ્રયીને પણ “સર્દશતા” સંભવતી નથી. તે કહે છે
अहव सहावो धम्मो वत्थुस्स न सो वि सरिसओ निच्चं । उपाय इि भंगा चित्ता जं वत्थुपज्जाया ॥१७९२॥ (अथवा स्वभावो धर्मो वस्तुनः न सोऽपि सदृशको नित्यम् । उत्पादस्थितिभङ्गाश्चित्रा यद् वस्तुपर्यायाः ॥ )