________________
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ગાથાર્થ
અથવા સ્વભાવ એ જો વસ્તુનો ધર્મ છે આમ કહો તો પણ હંમેશાં સદેશતા ઘટતી નથી. કારણ કે વસ્તુના પર્યાયો ઉત્પત્તિ-સ્થિતિ અને વ્યયધર્મવાળા ચિત્રવિચિત્ર છે. ૧૭૯ ૨॥
૩૬૪
-
વિવેચન - હવે સ્વભાવ એ વસ્તુવિશેષ નથી, અકારણતા પણ નથી. પરંતુ સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે. આમ ત્રીજો પક્ષ જો સ્વીકારાય તો તે ત્રીજો પક્ષ પણ બરાબર નથી. કારણ કે જો સ્વભાવ એ વસ્તુનો ધર્મ હોય તો તે સદાકાલ સદેશ જ હોય એમ ન બને. તેથી તે સ્વભાવ પરભવમાં શરીરાદિની સર્દશતાને જ જન્મ આપે આમ કેમ બને ?
પ્રશ્ન -સ્વભાવ એ વસ્તુનો એક પ્રકારનો ધર્મ છે અને તે સદાકાળ એકસરખો સમાન જ હોય (સદેશ જ હોય) આમ કેમ ન બને ?
ઉત્તર - પ્રત્યેક વસ્તુના પર્યાયો ઉત્પાદ-સ્થિતિ અને વ્યય પામવાના સ્વભાવવાળા છે અર્થાત્ ચિત્ર-વિચિત્ર છે. નીલ-પીત-શ્વેત આદિ વસ્તુધર્મો અન્ય અન્ય રૂપે પરિણામ પામતા પ્રત્યક્ષ દેખાય જ છે. સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓના પર્યાયો નવા પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે. જુના પર્યાય રૂપે નાશ પામે છે અને વસ્તુમાત્ર રૂપે ધ્રુવ રહે છે. તેથી કોઈપણ પર્યાય પરિવર્તન સ્વરૂપ હોવાથી સદાકાલ સદેશ જ રહે આવું બનતું નથી. તેથી ભવાન્તરમાં સર્દશ શરીરાદિનો ઉત્પાદક બને આવું પણ બનતું નથી.
વળી હે સુધર્મન્ ! સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે એમ જો તમે કહો છો તો તે સ્વભાવ શું આત્માનો ધર્મ છે ? કે પુદ્ગલનો ધર્મ છે ? જો આત્માનો ધર્મ છે આમ કહેશો તો તે પારભવિક એવા શરીરાદિનું કારણ થશે નહીં. કારણ કે આત્મા અમૂર્ત હોવાથી તેનો ધર્મ પણ અમૂર્ત જ થશે અને અમૂર્ત એવો આ સ્વભાવ આકાશની જેમ પારવિક શરીરાદિની ઉત્પત્તિમાં કારણ બનશે નહીં. હવે જો આ સ્વભાવને પુદ્ગલનો ધર્મ છે આમ કહેશો તો આ સ્વભાવ એ કર્મ જ થયું. નામમાત્ર જ જુદુ થયું. વાસ્તવિક કર્મ જ છે આમ સ્વીકાર્યું. કારણ કે કર્મ એ કાર્યણવર્ગણા નામના પુદ્ગલાસ્તિકાયનું રૂપાન્તર હોવાથી પુદ્ગલ દ્રવ્યનો ધર્મ જ છે. આમ અમારા વડે સ્વીકારાયું જ છે. તેથી સ્વભાવ નામ આપીને પણ છેવટે મૂર્ત, પુદ્ગલમય, પુદ્ગલનો ધર્મ એવું જ આ કારણ તમારે સ્વીકારવું
પડે છે. તો તે કર્મ જ છે. આમ સ્પષ્ટ કેમ નથી સ્વીકારતા ?
કર્મ મૂર્ત હોવાથી પૌલિક છે તેથી પરભવના શરીરાદિ ભાવોની રચનાનું દંડચક્રાદિની જેમ જરૂર નિમિત્તકારણ રૂપે કરણકારક છે તથા તે કર્મ જુદા જુદા કાલે મિથ્યાત્વાદિ જુદા જુદા બંધહેતુઓથી બંધાતું હોવાથી ભિન્ન-ભિન્ન પ્રકારે પણ છે. તેથી