________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૨૯
વર્ણાદિવાળાપણું છે. આ રીતે ચાર ભૂતો અશસ્ત્રો પહત હોય ત્યાં સુધી સજીવ જાણવાં. ૧૭૫૯ો.
બીજી રીતે પણ પૃથ્વી વગેરે એકેન્દ્રિયમાં જીવપણું છે તે સિદ્ધ કરતાં જણાવે છે
सिझंति सोम्म ! बहुसो, जीवा नवसत्तसंभवो नवि य ।
परिमियदेसो लोगो, न संति चेगिंदिया जेसिं ॥१७६०॥ तेसिं भवविच्छित्ती, पावइ नेट्ठा य सा जओ तेण । सिद्धमणंता जीवा, भूयाहारा य तेऽवस्सं ॥१७६१॥ (सिध्यन्ति सौम्य ! बहुशो जीवा नवसत्त्वसम्भवो नापि च । परिमितदेशो लोको, न सन्ति चैकेन्द्रिया येषाम् ॥ तेषां भवविच्छित्तिः प्राप्नोति, नेष्टा च सा यतस्तेन । सिद्धमनन्ता जीवा, भूताधाराश्च तेऽवश्यम् ॥)
ગાથાર્થ - હે સૌમ્ય ! નિરન્તર ઘણા જીવો મોક્ષે જાય છે. નવા જીવો ઉત્પન્ન થતા નથી, પરિમિત ક્ષેત્રવાળો જ આ લોકાકાશ છે. તેથી જેઓના મતે એકેન્દ્રિય જીવો નથી તેઓના મતે સંસારની વિચ્છિત્તિ (વિચ્છેદ-સમાપ્તિ) જ થશે અને કોઈ દર્શનકારોએ તે વિચ્છિત્તિ (સમાપ્તિ) ને ઈષ્ટ માની નથી. તેથી સિદ્ધ થાય છે કે અનંતા જીવો છે અને તે સર્વે શરીરધારી છે. માટે વનસ્પતિ આદિ ભૂતોમાં અવશ્ય જીવ છે. /૧૭૬૦-૧૭૬ ૧//
વિવેચન - વળી હે વ્યક્તપંડિત ! જો એકેન્દ્રિયમાં એટલે કે “પૃથ્વીથી વાયુ સુધીના” ભૂતોમાં જીવ છે આવું ન માનીએ તો બીજી પણ આપત્તિ (દોષ) આવે છે. તે સાવધાન થઈને સાંભળો -
આ સંસારમાંથી કર્મો ખપાવીને આત્માને શુદ્ધ-બુદ્ધ-અત્યન્ત નિર્મળ કરીને જીવો સતત મોક્ષે જાય છે. એમ સર્વે પણ દર્શનકારો પોતપોતાના સિદ્ધાન્તને અનુસાર અવશ્ય માને છે. ચાર્વાકદર્શનને છોડીને સર્વે પણ આસ્તિકદર્શનો આત્મા અને તેની મુક્તિ માને છે. સાથે સાથે તે પણ માને છે કે મોક્ષે ગયેલા જીવો સર્વથા કર્મમલને બાળીને અત્યન્ત શુદ્ધ થઈને મોક્ષે ગયા છે. તેથી તેઓ ફરીથી સંસારમાં આવતા નથી, જન્મ ધારણ કરતા નથી. એટલે જેટલા જેટલા જીવો મોક્ષે જાય છે તેટલા તેટલા જીવોની સંખ્યા સંસારમાંથી ઘટે છે.