________________
ગણધરવાદ
૨૦૬
ત્રીજા ગણધર - વાયુભૂતિ સિદ્ધ હોય તો જ તેમાં ધર્મોની સિદ્ધિ કરાય છે. જે પદાર્થોનું (જે ધર્મીનું) અસ્તિત્વ જ સિદ્ધ થયું ન હોય એવા અસિદ્ધ ધમમાં ક્ષણિકતા આદિ ધર્મો સિદ્ધ કરાતા શોભાયમાન થતા નથી. અર્થાત્ ધર્મી જ જો અસિદ્ધ હોય તો ધર્મો સિદ્ધ કરાતા નથી. જેમકે શબ્દાદિ પદાર્થો (શબ્દ-ઘટ-પટ વગેરે વસ્તુઓ) જો આ સંસારમાં છે. આમ અસ્તિત્વપણે પ્રથમથી જ સિદ્ધ હોય તો જ તેમાં અનિત્યતા આદિ ધર્મો સિદ્ધ કરાય છે. પરંતુ તે તે પદાર્થોનું અસ્તિત્વ જો પ્રથમથી માન્ય ન હોય (અને સર્વ સંસાર શૂન્ય છે આવી જ માન્યતા જો હોય) તો તે શબ્દાદિમાં (શબ્દ-ઘટ-પટ વગેરે વસ્તુઓમાં) તે નિત્ય છે કે અનિત્ય છે ઈત્યાદિ સાધ્યની (ધર્મની) સિદ્ધિ કૃતકતાદિ હેતુઓ વડે કરાતી નથી. જ્યાં સુધી શબ્દ ઘટ-પટ આદિ વસ્તુઓ ચિરકાલસ્થાયી છે. આ વાત માન્ય ન હોય ત્યાં સુધી તે ક્ષણિક કે અક્ષણિક આવી ચર્ચા થતી નથી. કારણ કે “તત્ર પક્ષઃ પ્રસિદ્ધ થ” પહેલેથી જે પ્રસિદ્ધ ધમાં હોય તેને જ પક્ષ કહેવાય. આમ ન્યાયશાસ્ત્રમાં પક્ષનું લક્ષણ કહેલ છે.
તમારું માનેલું એક જ વિષયના આલંબનવાળું અને ક્ષણમાત્રવર્તી એવું એક જ્ઞાન “મારા જેવાં બીજાં જ્ઞાનો છે તથા તે બીજાં જ્ઞાનના વિષયો છે તથા તે તે વિષયોમાં પોતપોતાના વિષયના જ્ઞાનને ઉત્પન્ન કરવાના આવા પ્રકારના સ્વભાવાદિ છે” ઈત્યાદિ જાણવાને સમર્થ થતું નથી. કારણ કે પોતે જ ક્ષણિક છે. તેથી ક્ષણમાત્રવર્તી હોવાથી પોતે પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે. તે બીજાના ભાવોને ક્ષણમાત્રમાં કેમ જાણી શકે ? હજુ પોતે જ બરાબર ઉત્પત્તિ પામ્યું ન હોય ત્યાં તે વિજ્ઞાન અન્ય ધર્મીને અને અન્યના ધર્મોને જાણવા માટે સમર્થ કેમ બને? અર્થાત્ ન જ બની શકે. એટલે જ્યાં સુધી અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનના વિષયોની સત્તાને પણ જાણી ન હોય ત્યાં સુધી તે જ્ઞાનોની અને જ્ઞાનના વિષયોની ક્ષણિકતાને અનુમાનથી પણ કેવી રીતે જાણી શકે ? કારણ કે ક્ષણિકતાદિ ધર્મો જેમાં છે તે ધર્મીની જ અપ્રસિદ્ધિ છે.
પ્રશ્ન - કદાચ બૌદ્ધાનુયાયી શિષ્ય અહીં આ વિષયમાં એવો પ્રશ્ન કરે કે પોતાની સત્તા અને પોતાના વિષયની સત્તાના અનુમાનથી જ અન્ય વિજ્ઞાનોની અને તે અન્ય વિજ્ઞાનના વિષયોની સત્તા સિદ્ધ કરશે જ. તે આ પ્રમાણે = જેમ હું જ્ઞાનસ્વરૂપે છું તેમ અન્ય જ્ઞાનો પણ આ સંસારમાં જ્ઞાનાત્મકપણે છે જ, તથા જેમ મારો વિષય આ સંસારમાં છે, તેમ અન્ય જ્ઞાનોનો વિષય પણ આ સંસારમાં છે જ. આ સત્તાની (અસ્તિત્વની) સિદ્ધિ થઈ તથા જેમ હું અને મારો વિષય એમ અમે બન્ને ક્ષણિક છીએ, તેમ અન્ય વિજ્ઞાન તથા અન્ય વિજ્ઞાનના વિષયો પણ ક્ષણિક જ છે. આ રીતે સર્વજ્ઞાનની અને તેના વિષયોની સત્તા (અસ્તિત્વ) અને ક્ષણિકત્વાદિ ધર્મો પોતાના અનુમાનથી જ સાધશે. તો