________________
૨૦૫
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ (गृह्णीयात् सर्वभङ्गं यदि च मतिः स्वविषयानुमानात् ।
तदपि न यतोऽनुमानं, युक्तं सत्तादिसिद्धौ ॥)
ગાથાર્થ - કદાચ શિષ્ય આવો પ્રશ્ન કરે કે ક્ષણિક એવું આ જ્ઞાન પોતાના વિષયના અનુમાનથી સર્વ પદાર્થોની ક્ષણભંગુરતાને જાણે તો તે પણ વ્યાજબી નથી. કારણ કે અન્ય પદાર્થોની સત્તાદિની સિદ્ધિ થાય તો જ અનુમાન ઘટી શકે. /૧૬૭૬/l
વિવેચન - અહીં કદાચ બૌદ્ધને મતિ આવી થાય એટલે કે કોઈ બૌદ્ધ કદાચ પોતાનો આવો બચાવ કરે કે પ્રતિનિયત વિષયને જાણનારું તે જ્ઞાન ભલે એકલું હોય, ભલે એક જ માત્ર વિષયવાળું હોય, ભલે ક્ષણિક હોય તો પણ પ્રમાd = જાણનારું એવું તે વિજ્ઞાન ત્રણે લોકના સર્વ પદાર્થોની ક્ષણભંગુરતાને પોતાના અનુમાનથી જાણી શકશે. કેવી રીતે જાણી શકશે ? તો પોતાના જ વિષયના અનુમાનથી જાણી શકશે, તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે -
જેમ આ વિવક્ષિત એવું જ્ઞાન પણ ક્ષણિક છે અને આ જ્ઞાનનો વિષય પણ ક્ષણિક છે. તેથી તે જ્ઞાન પોતે જ આવું અનુમાન કરશે કે જેમ હું ક્ષણિક છું અને મારો વિષય (વિષયભૂત પદાર્થ) ક્ષણિક છે. તેવી જ રીતે અન્ય સર્વે જ્ઞાનો પણ જ્ઞાનપણે મારી સાથે તુલ્ય હોવાથી ક્ષણિક જ હશે, તથા અન્ય સર્વે વિષયો પણ મારા વિષયની સાથે વિષયપણે તુલ્ય હોવાથી ક્ષણિક જ હશે. આ રીતે હું અને મારો વિષય જેમ ક્ષણિક છીએ તેમ અન્ય જ્ઞાનો અને અન્ય વિષયો પણ અનુક્રમે જ્ઞાનસ્વરૂપે અને વિષયસ્વરૂપે સમાન હોવાથી ક્ષણિક જ હશે. આવા પ્રકારના અનુમાનથી આ વિવક્ષિત એવું એકજ્ઞાન પણ એક વિષયવાળું અને ક્ષણિક હોવા છતાં પણ સર્વપદાર્થોની અને સર્વજ્ઞાનની ક્ષણિકતાને આવા પ્રકારના અનુમાન દ્વારા જાણશે.
ઉત્તર - આ બચાવ પણ યોગ્ય નથી. જે પદાર્થો “સત્' છે એમ પ્રથમથી જ પ્રસિદ્ધ હોય. અર્થાત્ જેનું અસ્તિત્વ પહેલેથી સિદ્ધ થયેલું હોય, તેમાં જ ક્ષણિકતા આદિ ધર્મોની સિદ્ધિ કરાય છે. ક્ષણિક એવું વિવક્ષિત જ્ઞાન જો એકસમયથી વધારે સમય રહેતું હોય, તેની સત્તા એક સમયથી જો વધારે હોય તો જ તે જ્ઞાન પોતાની પણ ક્ષણિકતાનું અનુમાન કરી શકે, તથા અન્ય જ્ઞાનો અને તેના વિષયો પણ એક ક્ષણથી વધારે રહે તો જ તેની ક્ષણિકતાનું અનુમાન થાય.
પર્વતની સત્તા પ્રથમથી જ છે. તો જ તે પર્વત ઉપર વતિ છે કે વહ્નિ નથી. આમ અનુમાન કરાય છે. આ રીતે પક્ષરૂપે (ધર્મરૂપે) કરાયેલા પદાર્થોનું અસ્તિત્વ પહેલેથી જો