________________
૨૦૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
( यत् स्वविषयनियतमेव जन्मानन्तरहतञ्च तत्कथं नु ।
ज्ञास्यति सुबहुकविज्ञानविषयक्षणभङ्गकादीनि ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - જે જ્ઞાન પોતાના વિષયમાં જ માત્ર નિયત હોય અને ઉત્પત્તિ પછી બીજા જ ક્ષણે નાશ પામનારું હોય તે જ્ઞાન અતિશય બહુ જ્ઞાનના વિષયોની ક્ષણભંગુરતા વગેરેને કેમ જાણી શકે ? ||૧૬૭૫||
વિવેચન - કોઈ પણ જ્ઞાન એક છે. એક જ વિષયને જાણનારું છે અને તે પણ ક્ષણમાત્ર સ્થાયી છે. તો એક જ માત્ર વિષયને જાણનારું અને એક ક્ષણમાત્ર જ રહેનારું તે જ્ઞાન સર્વ પદાર્થોના વિષયોની ક્ષણિકતાને કેવી રીતે જાણી શકે ?
એકસમયવર્તી એકજ્ઞાન જો સર્વ પદાર્થોને વિષય કરતું હોય તો સર્વ પદાર્થોની ક્ષણિકતાને જાણી શકે, પણ એમ થતું નથી. કારણ કે કોઈપણ જ્ઞાન પ્રતિનિયત વિષયને જ જાણે છે. હવે જો પ્રતિનિયત વિષયને ભલે જાણતું હોય પરંતુ ત્રિકાલસ્થાયી હોય તો ક્રમશઃ એક એક વિષયને જાણતું જાણતું અનંતકાલે સર્વ પદાર્થોની ક્ષણિકતાને પણ જાણી શકે. પરંતુ તેમ પણ નથી. કારણ કે તમારા મત પ્રમાણે તો ખન્માનન્તરહૃતમ્ કોઈપણ જ્ઞાન ઉત્પત્તિની પછી તુરત જ નાશ પામતું હોવાથી ક્ષણિકમાત્ર જ છે. તેથી ઉત્પન્ન થતાંની સાથે જ ક્ષણાન્તરે વિનાશ પામનારું છે, ચિરકાલસ્થાયી નથી. તેથી આવું જ્ઞાન સર્વ પદાર્થ વિષયક ક્ષણિકતાને કેવી રીતે જાણી શકે ? માટે એકજ્ઞાન માનવું, પ્રતિનિયત એવા એકવિષયવાળું માનવું અને વળી ઉત્પત્તિ પછી તુરત જ નાશ પામે છે આમ માનવું. તે જ્ઞાન સર્વપદાર્થવિષયક ક્ષણિકતાને જાણી શકે નહીં. વળી તેવું ક્ષણમાત્રસ્થાયી જ્ઞાન સર્વ પદાર્થોની ક્ષણિકતાને જેમ જાણી શકતું નથી, તેમ નિરાત્મકતા (હું જ્ઞાન એકલું છું પણ મારા આધારભૂત આત્મા નથી. હું નિરાત્મક છું આવું) પણ જાણી શકતું નથી. તથા આત્મગત સુખ-દુઃખાદિ ભાવોને પણ જાણતું નથી. કારણ કે તે જ્ઞાન ઉત્પત્તિની સાથે નાશ પામતું હોવાથી પોતાની ઉત્પત્તિ અને નાશમાં જ વ્યગ્ર હોવાથી બીજા ભાવોને જાણવા શક્તિમાન નથી. તેથી ક્ષણિકવાદની કલ્પના વ્યર્થ છે. ૧૬૭૫મા
-
આ ચર્ચામાં બૌદ્ધ તરફથી બચાવ કહીને તેનું ખંડન કરતાં કહે છે गिण्हिज्ज सव्वभंगं, जइ य मई सविषयाणुमाणाओ । तं पि न जओऽणुमाणं, जुत्तं सत्ताइसिद्धीओ ॥१६७६॥