________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૯૭
થઈ જશે. અર્થાત્ જગતમાં જે પ્રતિનિયત કાર્ય-કારણભાવવાળો લોકવ્યવહાર પ્રસિદ્ધપણે દેખાય છે તે ઘટશે નહીં. તે આ પ્રમાણે -
તલમાંથી જ તેલ નીકળે છે પણ રેતીમાંથી તેલ નીકળતું નથી. આમ કેમ? જો સર્વથા શૂન્યતા જ છે એટલે સકલ પદાર્થોનો અભાવ સમાન જ છે, તલ પણ શૂન્યાત્મક જ છે અને રેતી પણ શૂન્યાત્મક જ છે. તો પછી બન્નેનો અભાવ સમાન હોવા છતાં ઘાણી વગેરે સામગ્રી થકી તલમાંથી જ નીકળતું તેલ દેખાય છે, પણ રેતીમાંથી નીકળતું તે તેલ દેખાતું નથી. આમ કેમ ? કાં તો બન્નેમાંથી તેલ નીકળવું જોઈએ, કાં તો એકમાંથી ન નીકળવું જોઈએ. તલમાંથી જ નીકળે અને રેતીમાંથી ન જ નીકળે આવો પ્રતિનિયત (અમુક ચોક્કસ પ્રકારનો) જ કાર્ય-કારણભાવવાળો લોકવ્યવહાર કેમ છે ?
આ જ રીતે માટીમાંથી જ ઘટ બને, પણ તજુઓમાંથી ઘટ ન બને આવું કેમ? તથા તખ્તઓમાંથી જ પટ બને, પણ માટીમાંથી પટ ન બને. આવું કેમ ? દૂધમાંથી જ દહીં બને, પણ પાણીમાંથી દહીં ન બને. આવું કેમ ? જો શૂન્યતા જ છે તો સર્વે પણ ભાવોનો અભાવ સમાન જ છે. કોઈ વસ્તુ કંઈ છે જ નહીં તો પછી આવા પ્રકારનો પ્રતિનિયત કાર્ય-કારણભાવ કેમ ? સર્વમાંથી સર્વ નીપજવું જોઈએ.
વળી બીજો એ પણ દોષ આવે છે કે જો આ જગત્ સર્વથા શુન્ય જ છે, કંઈ છે જ નહીં. તો સર્વ ભાવોનો અભાવ હોવાથી જેમ આકાશપુષ્પાદિ વસ્તુઓ અસત્ છે તેમ માટી-તન્ત-દૂધ-તલ ઈત્યાદિ વસ્તુઓ પણ શૂન્યાત્મક જ હોવાથી અસત્ છે. તેથી જેમ માટીમાંથી ઘટ, તજ્જુમાંથી પટ, દૂધમાંથી દહીં અને તલમાંથી જ તેલ નીકળે છે તેમ આકાશપુષ્પાદિ જે અસત્ વસ્તુ છે તે પણ શૂન્યાત્મક જ છે. માટે તે આકાશપુષ્પાદિમાંથી પણ ઘટ-પટ-દહીં અને તેલ વગેરે સર્વ કાર્યો થવાં જોઈએ પણ કોઈ કાર્ય ત્યાં થતાં નથી. માટે તમારા વડે કહેવાતી આ શૂન્યતા સાચી નથી.
જો શૂન્યતા જ છે આમ માનીએ તો સર્વેનો અભાવ સમાન હોવાથી ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય પણ થવું જોઈએ, ગમે તે એક કારણમાંથી પણ સર્વે કાર્યો થવાં જોઈએ તથા આકાશપુષ્પાદિ જેવા અસત્ ભાવોમાંથી પણ ઘટ-પટાદિ સર્વ કાર્યો થવાં જોઈએ. આવા આવા ઘણા દોષો આવે છે. માટે શૂન્યતા નથી. પરંતુ સર્વે પણ પદાર્થો પોતપોતાના સ્વરૂપે સત્ છે અને પરરૂપે અસત્ છે તથા સર્વત્ર પ્રતિનિયત જ કાર્યકારણભાવ દેખાતો હોવાથી સામગ્રી મળવાથી અભાવમાંથી કાર્ય ઉત્પન થતું નથી. પરંત પોતપોતાના સ્વભાવાત્મક = વિદ્યમાનાત્મક એવા કારણમાંથી જ કાર્ય બને છે. તેથી કાર્ય પણ છે અને કારણ પણ છે. માટે જગત્ સત્ય છે પણ શૂન્ય નથી. /૧૭૩૬ll