________________
૩૦૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(૪) જો તમે ઘટ-પટ-સ્તંભ-કુંભ-અંભોરુહ વગેરે પદાર્થો અને તેના ભાગો ન સ્વીકારતા હો તો આ સર્વે પદાર્થો આકાશપુષ્પ, વલ્ગાપુત્ર, ખરવિષાણ વગેરેની જેમ સર્વથા અસત્ છે, શૂન્ય છે, અર્થાત્ નથી જ, એવો જ અર્થ થાય. હવે જો આ પદાર્થો સર્વથા અસત્ છે. છતાં તેમાં તમે આરાભાગ વગેરેની મનમાની કલ્પના કરો છો તો તેની જેમ જ સર્વથા અસત્ એવા ખરવિષાણના (અને આકાશપુષ્પાદિ બીજા પણ સર્વથા અસ એવા પદાર્થોના) આરામ્ભાગ, મધ્યભાગ અને પરભાગની કલ્પના કેમ કરતા નથી? ખરવિષાણ આદિ પદાર્થોમાં પણ કહો કે જે આરામ્ભાગ છે તેના વડે પરભાગ અને મધ્યભાગ આચ્છાદિત છે ત્યાં પણ આવા ભાગો પાડીને આવું વિધાન કરવું જોઈએ. ઘટ-પટાદિમાં જ આવા ભાગો શા માટે પાડો છો ? /૧૭૪૨ll
(૫) વળી હે વ્યક્તપંડિત ! જો શૂન્યતા જ છે અને વસ્તુઓનો સર્વથા અભાવ જ છે. તો પછી ઘટ-પટ આદિ દશ્યવસ્તુઓનો આરાભાગ જ કેમ દેખાય છે ? આરામ્ભાગની જેમ જ મધ્યભાગ અને પરભાગ પણ કેમ દેખાતા નથી? સર્વથા શૂન્યતા જ માત્ર હોવાથી શૂન્ય એવો જો આરાભાગ દેખાય છે તો શૂન્ય એવા શેષભાગ પણ દેખાવા જ જોઈએ. અહીં કદાચ એવો બચાવ કરો કે આરાભાગ વડે પાછલા બે ભાગો આચ્છાદિત છે માટે દેખાતા નથી. તો આ બચાવ પણ વ્યાજબી નથી કારણ કે આરામ્ભાગ શૂન્ય હોવાથી છે જ નહીં. તો તેનાથી પાછલા ભાગ આચ્છાદિત છે એમ પણ કેમ કહેવાય ? આરામ્ભાગ પણ તમે શૂન્યસ્વરૂપ જ માન્યો છે. કંઈ છે જ નહીં. માટે તેનાથી બીજા ભાગો આચ્છાદિત થાય છે આમ બોલવું તે વ્યર્થ છે.
(૬) અથવા તો જેમ પરભાગ અને મધ્યભાગ દેખાતો નથી તેમ શૂન્યતા જ માત્ર હોવાથી આરાભાગ પણ ન દેખાવો જોઈએ. એટલે કે ત્રણ ભાગોનું અગ્રહણ જ થવું જોઈએ. કારણ કે વસ્તુ જ નથી. તેથી તેના ભાગો જ નથી. હવે જો ભાગો જ નથી તો દેખાય જ ક્યાંથી ? માટે સર્વ ભાગનું અગ્રહણ જ થવું જોઈએ.
(૭) અથવા ત્રણે ભાગો શૂન્ય જ છે એક પણ ભાગ વાસ્તવિક નથી, ભ્રાન્તિમાત્રથી જ દેખાય છે. આવું જ જો ખરેખર હોય તો જેમ ભ્રાન્તિથી આરામ્ભાગ દેખાય છે તેને બદલે પરભાગ દેખાય, મધ્યભાગ દેખાય અને આરાભાગ ન દેખાય. આમ વિપરીતતા પણ કેમ ન બને ? આમ વિપરીતતા પણ થવી જોઈએ. અથવા ક્યારેક આરામ્ભાગ દેખાય તો ક્યારેક મધ્યભાગ દેખાય અને ક્યારેક પરભાગ દેખાય. આમ પણ બનવું જોઈએ. પણ આવું કંઈ પણ ક્યારેય પણ બનતું નથી. માટે સર્વથા અભાવ નથી, શૂન્યતા નથી. પણ ઘટ-પટાદિ વસ્તુઓ છે અને તે વસ્તુઓ વાસ્તવિકપણે સત્ છે અને તેના