________________
ચોથા ગણધર - વ્યક્ત
જો વસ્તુનો સર્વથા અભાવ જ છે તો આરાહ્ભાગ જ કેમ દેખાય છે ? પરભાગ કેમ દેખાતો નથી ? અથવા સર્વભાગોનું અગ્રહણ કેમ થતું નથી ? અથવા વિપર્યય પણ કેમ થતો નથી ? ||૧૭૪૩૫
ગણધરવાદ
૩૦૫
વિવેચન - એક બાજુ શૂન્યતા માનવી છે અને બીજી બાજુ ઘટ-પટાદિ દૃશ્ય વસ્તુઓના પરભાગ-મધ્યભાગ-આરાદ્ભાગ આમ ભાગોની કલ્પના કરવી છે. આ બન્ને પરસ્પર વિરુદ્ધ છે તેથી શૂન્યતા માનીને ભાગોની કલ્પના કરતા વ્યક્ત પંડિતને કેટલાક પ્રશ્નો પૂછવા દ્વારા તેઓના મગજમાં રહેલી શૂન્યતાની કલ્પનાનો ઉચ્છેદ કરતા ભગવાન જણાવે છે કે
-
(૧) જો સર્વ વસ્તુઓનો અભાવ જ છે અર્થાત્ શૂન્યતા જ તો ઘટ-પટ-સ્તંભકુંભ વગેરે પદાર્થો આ સંસારમાં નથી. કંઈ છે જ નહીં તો આ આરાદ્ભાગ છે, આ મધ્યભાગ છે અને આ પરભાગ છે આવી ભાગોની કલ્પના કેમ થાય ? તથા આરાદ્ભાગ વડે પરભાગ અને મધ્યભાગ આચ્છાદિત છે, દેખાતા નથી, માટે નથી આવું પણ કેમ કહેવાય ? જો વસ્તુ જ નથી તો તેના ભાગોની કલ્પના કેમ કરાય ?
(૨) હવે કદાચ એવો બચાવ કરો કે અમારા મતે તો શૂન્યતા જ હોવાથી કંઈ છે જ નહીં. વસ્તુ પણ નથી અને તેના ભાગો પણ નથી. પરંતુ અમારા સામે જે પરવાદી= પ્રતિપક્ષવાદી = જૈન દર્શનકાર આદિ છે કે જે શૂન્યવાદને માનનારા નથી તેની અપેક્ષાએ અમે આ ત્રણ ભાગોની કલ્પના કરી છે. એટલે કે અમારાથી જે પરવાદીઓ છે કે જેઓ આવા ત્રણ ભાગ માને છે ત્યાં પરભાગ કે મધ્યભાગ આચ્છાદિત અને અદૃશ્ય હોવાથી નથી અને આરાદ્ભાગ અતિશય સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય છે માટે નથી. આમ પરવાદીએ માનેલા ભાગોની અમે કલ્પના કરી છે. અમારી અપેક્ષાએ અમે આ કલ્પના કંઈ કરી નથી. આવો બચાવ વ્યક્ત પંડિત કદાચ કરે તો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો તમારા મતે સર્વથા શૂન્યતા જ છે તો આ સ્વવાદી અને આ પરવાદી, આવા સ્વ અને પરની મતિવાળાં વિશેષણો કેમ ઘટે ? તમારા મતે તો કંઈ છે જ નહીં, સર્વથા શૂન્યતા જ છે, તો પછી સ્વ કે પર કોઈ છે જ નહીં, તેથી આ સ્વ-પરનાં વિશેષણો લગાડીને બચાવ કરવો તે વાદીઓની સભામાં શોભાસ્પદ કેમ બને ? ||૧૭૪૧॥
(૩) ઘટ-પટ-સ્તંભ-કુંભ-અંભોરુહ (કમલ) વગેરે પદાર્થોમાં આરાદ્ભાગ-પરભાગ અને મધ્યભાગ વગેરે ભાગો અને પ્રતિભાગો જો તમે સ્વીકારો છો (માન્ય રાખો છો) તો તમારી માનેલી શૂન્યતા રહેતી જ નથી, કારણ કે આ વસ્તુઓ અને તેના ભાગો છે આવું તમે સ્વીકારતા હોવાથી જ શૂન્યતા નથી એમ સિદ્ધ થાય છે.