SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ પાંચમા ગણધર - સૌધર્મ ગણધરવાદ किं मन्ने जारिसो इह भवम्मि सो तारिसो परभवे वि । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१७७२॥ (किं मन्यसे यादृश इहभवे स तादृशः परभवेऽपि । વેપાનાં વાર્થ ન નાનાસિ તેષામયમર્થ: ) ગાથાર્થ - જે જીવ આ ભવમાં જેવો હોય તે પરભવમાં પણ તેવો જ રહે આવું તમે મનમાં માનો છો. પરંતુ વેદોના પદોના અર્થને તમે જાણતા નથી. તે વેદના પદોનો અર્થ આ પ્રમાણે છે. ll૧૭૭૨// વિવેચન - હે ગૌતમગોત્રીય સુધર્મ ! તમે તમારા મનમાં આવું માનો છો. મનુષ્યાદિ જે જીવ આ ભવમાં જેવો હોય તે પરભવમાં પણ તેવો જ થાય. મનુષ્ય મરીને મનુષ્ય, પશુ મરીને પશુ, પક્ષી મરીને પક્ષી, સ્ત્રી મરીને સ્ત્રી અને પુરુષ મરીને પુરુષ જ થાય આવું તમે માનો છો. પરંતુ તમારો આ સંશય નિરર્થક છે. કારણ કે પરસ્પર વિરુદ્ધ એવાં વેદોના ભિન્ન ભિન્ન પદો સાંભળવાથી તમને આ સંશય થયો છે. તે વેદનાં પદો આ પ્રમાણે છે પુરુષો વૈ પુરુષત્વકૃત, પરાવ: પશુમ્” ઈત્યાદિ, તથા બીજો વેદપાઠ આ પ્રમાણે છે – કૃત્નો વૈ પણ નાતે યઃ પુરષો દ્રા ઈત્યાદિ. આ બન્ને વેદપાઠોનો અર્થ પરસ્પર વિરુદ્ધ તમે તમારા મનમાં વિચારો છો તે આ પ્રમાણે - (૧) પુરુષ મરીને પુરુષપણું જ પામે છે. પશુઓ મરીને પશુપણું જ પામે છે. આ રીતે સ્ત્રી મરીને સ્ત્રી થાય છે. મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે. આમ પહેલા પાઠનો અર્થ તમે કરો છો. આ પાઠ એકભવથી બીજા ભવમાં ગયેલા જીવને સાદેશ્યતા પ્રાપ્ત થાય છે અર્થાત્ જે જીવ આ ભવમાં જેવો હોય, તેવો જ પરભવમાં પણ રહે છે. આવા પ્રકારનું પ્રતિપાદન કરનાર છે. (૨) બીજા પાઠનો અર્થ તમે આમ વિચારો છો કે “જે મનુષ્યને મળ-મૂત્રાદિથી સહિત બાળવામાં આવે છે તે મરીને શીયાળ થાય છે” આ પાઠ એક ભવથી બીજા ભવમાં ગયેલા જીવને વિદેશતા (વિપરીતતા) પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું પ્રતિપાદન કરનાર છે. આ પ્રમાણે બન્ને બાજુના પાઠો મળતા હોવાથી અને સદેશતા તથા વિદેશતાના સૂચક પાઠો હોવાથી તમારા મનમાં સંદેહ થયેલ છે. પરંતુ આ સંદેહ ખોટો છે. કારણ કે આ વેદપદોનો સાચે સાચો અર્થ તમે જાણતા નથી. તેનો સાચો અર્થ આગલી ગાથાઓમાં કહેવાશે. ૧૭૭૨I.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy