________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૬૦૭ વળી તમે ગાથા ૨૦૦૩ ના ઉત્તરાર્ધમાં એમ જે કહ્યું કે “આથા વેહોય = સુદર્ભોવનદ્ધ'' સુખ અને દુઃખના સંવેદનનો આધાર શરીર જ છે અને તે શરીર સિદ્ધના જીવને નથી, માટે સિદ્ધના જીવને સુખ-દુઃખ નથી. આ તમારી દલીલ પણ બરાબર નથી. તે સમજાવતાં ભગવાન કહે છે કે -
सायाऽसायं दुक्खं, तव्विरहम्मि य सुहं जओ तेणं । देहिदिएसु दुक्खं, सोक्खं देहिंदियाभावे ॥२०११॥ (સીતાડસાત સુદ્ધ, ત િર થતત્તેન I. देहेन्द्रियेषु दुःखं, सौख्यं देहेन्द्रियाभावे ॥)
ગાથાર્થ - જે કારણથી સાતા અને અસાતા એમ બન્ને દુ:ખ છે. તે કારણથી તેના વિરહમાં જ સુખ છે, તેથી દેહ અને ઈન્દ્રિયો હોતે છતે દુઃખ જ હોય છે અને દેહ તથા ઈન્દ્રિયોનો અભાવ હોતે છતે જ સુખ હોય છે. /૨૦૧૧//
વિવેચન - પૂર્વે સમજાવ્યા પ્રમાણે જે પુણ્યકર્મનું ફલ સંસારસુખ છે કે જે લોકવ્યવહારથી સુખ તરીકે પ્રસિદ્ધ છે. તે સઘળુંય પરાધીનતાવાળું હોવાથી આત્મગુણોના આનંદનું આવારક હોવાથી પરમાર્થથી દુઃખ જ છે. આ વાત હમણાં જ સમજાવી છે. તથા અસાતા તો પાપકર્મના ફલસ્વરૂપ હોવાથી નિર્વિવાદપણે (નક્કી) દુઃખ જ છે. આમ હોતે છતે સંસારમાં જે કંઈ સુખદુઃખ છે તે બધું દુઃખ જ છે. કારણ કે સંસારમાં કાં તો પુણ્યફળ હોય છે અથવા તો પાપફળ હોય છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો આ બન્ને પણ દુઃખરૂપ જ છે. તે બન્નેમાંથી કોઈ સુખરૂપ નથી. કારણ કે સુખ કે દુઃખ એમ બન્ને ઉપાધિઓથી ભરેલ છે.
જીવને તે સર્વકર્માનો ક્ષય થયેલો છે. તેથી પુણ્યકર્મ અને પાપકર્મનો ક્ષય થવાથી બન્ને કર્મજન્ય દુઃખનો પણ સર્વથા નાશ થયો છે. આ રીતે સિદ્ધપરમાત્માના જીવને પુણ્ય-પાપકર્મો પણ નથી. અને તન્ય સુખ-દુઃખાત્મક દુઃખ પણ નથી. તેથી તેના વિરહમાં સ્વાભાવિક-નિરુપમ-ગુણોના આનંદસ્વરૂપ અનંતસુખ છે. આ વાત યુક્તિથી આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. તેથી સમજાઈ જાય તેમ છે કે દેહ અને ઈન્દ્રિયો એ યથોક્તસ્વરૂપવાળા (પુણ્યપાપકર્મોદયજન્ય) દુઃખના જ આધારભૂત છે. સુખના આધારભૂત નથી અને દુઃખના આધારભૂત એવાં શરીર અને ઈન્દ્રિયો સંસારી જીવોને જ હોય છે. માટે સંસારી જીવો સદાકાલ દુઃખી જ છે.
સાચું સુખ તો દેહ અને ઈન્દ્રિયોના અભાવમાં જ છે અને તે સુખ સિદ્ધપરમાત્માને