________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૧૩
કહેલો “અપ્રત્યક્ષત્વતઃ” હેતુ અનૈકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. તેથી હેત્વાભાસ થાય છે. સાધ્યના અભાવમાં રહેનારો આ હેતુ છે. તમારા કહેલા હેતુની વ્યાપ્તિ એવી થાય છે કે “જે જે અપ્રત્યક્ષ હોય છે તે તે આ સંસારમાં નથી. જેમકે “ખરવિષાણ” પરંતુ જે જે અપ્રત્યક્ષ હોય છે તે તે સઘળુંય નથી હોતું એમ નહી અર્થાત્ હોય પણ છે. જેમકે તમારા હૃદયમાં રહેલું જે “સંશયાદિ વિજ્ઞાન છે” તે ચૈત્ર-મૈત્રાદિ અન્યને અપ્રત્યક્ષ છે છતાં તમારા હૃદયમાં છે. તેથી જે જે અપ્રત્યક્ષ હોય તે તે નથી જ એવો અર્થ સિદ્ધ થતો નથી. પરંતુ હોય પણ છે. તેથી જેમ તમારું સંશયાદિ વિજ્ઞાન અપ્રત્યક્ષ હોવા છતાં પણ છે, તેવી જ રીતે ઘટ-પટાદિના પરભાગ-મધ્યભાગ ઈન્દ્રિયોથી અપ્રત્યક્ષ હોવા છતાં પણ નથી એમ નહીં પણ છે, આમ તમારો હેતુ અનૈકાન્તિક છે.
હવે જો એમ કહો કે મારા હૃદયમાં રહેલા “સંશયાદિ વિજ્ઞાનનું” ઉદાહરણ આપીને તમે મારા હેતુને અનૈકાન્તિક હેત્વાભાસ કરો છો. પરંતુ હું તો શૂન્યતાવાદી છું તેથી મારા હૃદયમાં રહેલું જે “સંશયાદિ વિજ્ઞાન” છે તે પણ નથી એમ હું માનું છું. કારણ કે મારી દૃષ્ટિએ તો સર્વથા શૂન્યતા જ છે. તેથી સંશયાદિવિજ્ઞાન પણ નથી જ. તેથી તેનું ઉદાહરણ આપીને મારો હેતુ અનૈકાન્તિક થતો નથી. જો હું “સંશયાદિ વિજ્ઞાન છે અને તે અપ્રત્યક્ષ છે” આમ માનું તો મારો હેતુ અનૈકાન્તિક થાય. પરંતુ મારે મન તો સર્વત્ર શૂન્યતા જ હોવાથી “સંશયાદિ વિજ્ઞાન” પણ નથી જ.
ઉત્તર - આવો ઉત્તર જો શૂન્યતાવાદી આપે તો તે પણ ઉચિત નથી. કારણ કે જો તમારા હૃદયમાં સંશયાદિ વિજ્ઞાન જ નથી, તો પછી આ શૂન્યતા રહેતી જ નથી. “ નામ શૂન્યતા' શૂન્યતા એ છે શું ? કશું જ નથી. 0 વાઇસૌ = અથવા શૂન્યતા કોની માનવી ? વેન વોપન્નધ્ધ = અથવા આ શૂન્યતા કોના વડે જોવાઈ ? સારાંશ કે શૂન્યતાવાદી તમે પણ નથી, તમને જગતમાં ઘટ-પટ છે કે ઘટ-પટ નથી આવો સંશય પણ નથી તો પછી શૂન્યતા રહેતી જ નથી. તમને જ શુન્યતા દેખાતી હતી તેથી તો આટલી ચર્ચા કરી છે. હવે જો તમે એમ કહો કે ઘટ-પટાદિ પદાર્થોના અસ્તિત્વમાં મને સંશય જ નથી, તો ઘટ-પટાદિ છે જ, આવો નિર્ણય જ થયો. શૂન્યતા રહી જ નહીં, તેથી શૂન્યતા શું ? કયા પદાર્થની શૂન્યતા ? શૂન્યતા કોણે માની ? ઈત્યાદિ કોઈ પ્રશ્નો રહેતા જ નથી. તેથી તે સંબંધી ચર્ચા કરવાની પણ હવે રહેતી જ નથી. તમને છોડીને બીજા કોઈને ગામનગર-ઘટ-પટ આદિ પદાર્થોનું અસ્તિત્વ માનવામાં વિવાદ છે જ નહીં, તમને જ સંશય હતો એટલે જ આટલી ચર્ચા કરી હતી. હવે તમે જ કહો છો કે “મને સંશય નથી” તો ઘણું જ સારું. હવે શૂન્યતા રહી જ નથી. ll૧૭૪૭ll.