________________
૨૫૮ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ કે અન્ય થકી સિદ્ધિ થતી નથી. પરંતુ હુસ્વ-દીર્ઘના વ્યવહારની જેમ કાર્ય-કારણાદિ ભાવ આપેક્ષિક જ માત્ર છે. પરમાર્થથી નથી. આ વિષયની ચર્ચા ૧૬૯૨ મી ગાથામાં સર્વથા શૂન્યતા જ છે. આમ સિદ્ધ કરવા માટે પૂર્વપક્ષ સ્વરૂપે કરવામાં આવેલી છે. તેનો ઉત્તર આ ૧૭૦૯ ગાથામાં અપાય છે.
આનાથી આ હૃસ્વ, આનાથી આ દીર્ઘ અને આ વસ્તુ ઉભયાત્મક, આવા પ્રકારની સ્વ-પર અને ઉભય સ્વરૂપવાળી બુદ્ધિ પરસ્પર સાપેક્ષપણે એકીસાથે ઉત્પન્ન થાય છે. આવું પણ તમારા વડે સ્વીકારાય છે અને પછી તે હ્રસ્વ-દીર્ઘ અને ઉભયની બુદ્ધિ અસિદ્ધ છે. આમ કહેવાય છે. આ બન્ને વાતો પરસ્પર વિરુદ્ધ હોવાથી આવી વાત કરવી ઉચિત નથી. પહેલાં કહો છો કે હૃસ્વાદિની બુદ્ધિ સાપેક્ષપણે વર્તે છે અને પછી તેની અસિદ્ધિ કહો છો અર્થાત્ તેવી બુદ્ધિ નથી. આમ પૂર્વાપર વિરુદ્ધ બોલવું વ્યાજબી નથી.
ભાવાર્થ આ પ્રમાણે છે. પ્રત્યેક વસ્તુઓમાં પોતાનું અસ્તિત્વ આપેક્ષિક જ માત્ર છે એમ નહીં. પરંતુ તે અસ્તિત્વ વાસ્તવિક છે, સાચું છે. પોતાના વિષયના જ્ઞાનને ઉત્પન્ન કરવાવાળી અર્થક્રિયાથી પણ યુક્ત છે. સર્વથા અસત્ હોય અને અપેક્ષામાત્રથી જ તેનો વ્યવહાર હોય એવું નથી. પરંતુ સર્વે વસ્તુઓ પોતાના સ્વરૂપે સત્ છે અને તેનો વ્યવહાર પરસ્પર સાપેક્ષપણે થાય છે. તેથી હૃસ્વ વસ્તુ હૃસ્વપણે, દીર્ઘ વસ્તુ દીર્ઘપણે અને ઉભયાત્મક વસ્તુ ઉભયપણે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. માટે તે સત્ છે. સત્ હોય તે જ પોતાનામાં રહેલા હ્રસ્વ-દીર્ઘ-ઉભયનું જ્ઞાન કરાવે છે. જે વસ્તુ સર્વથા અસત્ જ હોય છે તે હૃસ્વાદિનું પણ જ્ઞાન કરાવતી નથી. તો પછી હૃસ્વાદિ ધર્મોની અસિદ્ધિ છે. આમ કેમ કહેવાય ?
વળી તમે જે એમ કહ્યું કે “મધ્યમ અંગુલિની અપેક્ષાએ પ્રદેશિની અંગુલિમાં જે હૃસ્વત્વ કહેવાય છે તે અસત્ જ છે અને કહેવાય છે. પણ તમારી આ વાત ખોટી છે. કારણ કે જો પ્રદેશિની નામની અંગુલી સર્વથા અસત્ જ હોય એટલે કે ન જ હોય અને મધ્યમાની અપેક્ષાએ જ તેમાં હ્રસ્વત્વ કહેવાતું હોય તો જેમ પ્રદેશિની અંગુલી અસત્ છે તેવી જ રીતે ખરવિષાણ પણ અસત જ છે. તે બન્નેમાં વિશેષતા તો કંઈ રહેતી જ નથી. તો પછી જેમ અસત્ એવી પ્રદેશિનીમાં હ્રસ્વત્વ કહેવાય. તેવી જ રીતે અસત્ એવા ખરવિષાણાદિમાં પણ હ્રસ્વત્વ કહેવરાવું જોઈએ. પ્રદેશિની અંગુલી અને ખર-વિષાણાદિ અસતપણે સરખા જ છે. તથા અતિશય લાંબી એવી લાકડી એ પણ હે શૂન્યવાદી ! તમારા મતે તો અસત્ જ છે. તેથી અસત્ એવી પ્રદેશિનીમાં જેમ હૃસ્વત્વ કહેવાય છે તેવી જ રીતે અસત્ એવી અતિશય દીર્ઘ લાકડીમાં પણ મધ્યમ અંગુલીની અપેક્ષાએ હૃસ્વત્વ