________________
૨૫૭
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત કે જે ભ્રમ હોય છે તેને નિયત દેશ-કાલ-સ્વભાવાદિ હોતા નથી અને આ સ્વપ્ન-અસ્વપ્નઘટ-પટ વગેરે જે દેખાય છે તે અમુક નિયત ક્ષેત્રમાં જ દેખાય છે. અમુક નિયતકાલે જ (તે હોય ત્યારે જ) દેખાય છે. તથા તે તે પદાર્થો પોતપોતાના નિયત સ્વભાવે જ દેખાય છે. ભ્રમ હોય તો ક્ષેત્ર-કાલાદિ નિયત ન હોય અને આ પદાર્થો નિયતપણે જણાય છે. માટે ભ્રમ નથી. આ સાચા પદાર્થો છે.
વળી તમે જ કહો છો કે “આ જે કંઈ દેખાય છે તે સઘળો ભ્રમ છે” ત્યાં હું તમને પછં છે કે “આ ભ્રમ” જગતમાં સાચો છે ? કે સાચો નથી ? જો ભ્રમનું અસ્તિત્વ સાચું છે. આમ કહેશો તો “ભ્રમ તો જગતમાં છે” આ વાત નિર્વિવાદ સિદ્ધ થઈ. તેથી “સર્વથા શૂન્ય જ છે. કંઈ છે જ નહીં” આ તમારી માન્યતાના સ્વીકારનો જ વિરોધ આવશે. કારણ કે કંઈ જ નથી એમ નહીં. છેવટે ભ્રમ તો છે જ. માટે સર્વશૂન્યતા રહેતી નથી.
૩થ ન વિદ્યતે = હવે જો તમે એમ કહો કે ભ્રમ જગતમાં અવિદ્યમાન છે. અર્થાત્ “જગતમાં જે દેખાય છે તે ભ્રમ નથી” આવું જ કહેશો તો ભ્રમ ન હોવાથી ઘટ-પટ આદિ પદાર્થો સાચા છે આમ નક્કી થશે જ. તથા “ભ્રમ નથી” આવું કહેનારું અને ભ્રમના અભાવને સાધનારું જે જ્ઞાન છે તે તો નિશ્ચંન્ત (સાચું) જ માનવું પડશે. કારણ કે જો ત જ્ઞાનને સાચું માનો તો જ “ભ્રમ નથી” આ વાત સાચી ઠરે. આમ કરવા જતાં ભ્રમના અસભાવના ગ્રાહક એવા જ્ઞાનને સત્ય માનતાં “સર્વ શૂન્યતા” ઉડી જાય છે અને સર્વશૂન્યતા ઉડી જતાં સઘળા પણ ભાવો (પદાર્થો) સાચા છે, સત્ય છે. આમ આપોઆપ સિદ્ધ થાય છે. તેથી શૂન્યતા નથી એ વાત નિર્વિવાદ નક્કી થાય છે.
અથવા અમે તમને બીજું પૂછીએ છીએ કે તમે શૂન્યતાને માનો છો અને સત્ રૂપે દેખાતા ઘટ-પટ આદિ પદાર્થરાશિને માનતા નથી. તો “શૂન્યતા એ જ સાચી છે (સમ્યમ્ છે) અને સત્પણે દેખાતા પદાર્થોનું જે ગ્રહણ થાય છે તે સગ્રહણ મિથ્યા છે, કાલ્પનિક છે. આવો ભેદ તમે કોના વડે કરશો? જો તમારી દૃષ્ટિએ આ સંસારમાં કંઈ છે જ નહીં તો પછી શૂન્યતા એ સાચું તત્ત્વ અને સંપદાર્થનું ગ્રહણ તે મિથ્યાતત્ત્વ છે. આવો ભેદ શી રીતે કરશો ? કોઈ વિશેષ કારણ તો મળતું જ નથી. માટે આવા પ્રકારની વિશેષતાનો અભાવ હોવાથી આ સાચું અને આ ખોટું એમ કેમ કહી શકાશે ? ll૧૭૦૮
ગાથા નંબર ૧૬૯૨ માં પહેલાં તમે આમ જે કહેલું કે “ર સ્વત:, = પરંત:, ચોમયતા, નાચિત ભાવીન સિદ્ધ” પદાર્થોની પોતાની રીતે, કે પરથકી, ઉભય થકી