________________
૬૧૪
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
સ્વીકારવામાં આવે તો અશરીરીપણે વસતા જીવને કર્મજન્ય સુખ-દુ:ખ સ્પર્શતાં નથી, આવું જે વેદમાં વિધાન છે તે ઘટશે નહીં. અથવા મોક્ષમાં જીવનું અસ્તિત્વ કદાચ માનો પણ જો સુખાભાવ જ માનો તો પણ તમને આ પાઠના સ્વીકારનો વિરોધ આવશે. કારણ કે આ પાઠમાં કર્મજન્ય સુખ-દુ:ખ સ્પર્શતાં નથી. આમ કહેલ છે.
એટલે કે સ્વાભાવિક અનંતસુખ હોય છે. આમ તમને વેદ પાઠના સ્વીકારનો વિરોધ આવશે. વેદનાં ઉપરોક્ત બન્ને વાક્યોનો સાચો અર્થ જો તમે કરશો અને સાચો અર્થ સ્વીકારશો તો (૧) અમે ઉપર સમજાવેલો મોક્ષ, (૨) મુક્તિમાં કર્મ વિનાના એકલા શુદ્ધ જીવનું હોવું, અને (૩) તે જીવને અનુપમ એવું અનંતજ્ઞાન તથા અનંતસુખ હોવું આ ત્રણે વાતો સ્વીકારવી જ પડે તેમ છે. આ વાત હવે પછીની ગાથાઓમાં સ્પષ્ટ કરાય છે. તેથી વેદના બન્ને પાઠો માનવા અને આ ત્રણ વાતનો નિષેધ કરવો. આવું કરતા એવા તમને શાસ્ત્રનાં વચનો સ્વીકારવાનો વિરોધ આવશે. ૨૦૧૫
આ ત્રણ વાતોમાંથી પ્રથમ વાત અને અંતિમ વાતને છોડીને વચ્ચેની વાત “મોક્ષમાં જીવનો નાશ જ થાય છે. જીવનું અસ્તિત્વ રહેતું નથી” આ વાત સ્વીકારવામાં અમને “અલ્યુપગમવિરોધ” દોષ લાગતો નથી. એમ બચાવ કરતા પ્રભાસજી કહે છે
नो असरीच्चिय सुहदुक्खाइं पियऽप्पियाइं च ।
ताइं न फुसंति, नट्टं फुडमसरीरं ति को दोसो ? ॥२०१६ ॥
(नष्टोऽशरीर एव सुखदुःखे प्रियाऽप्रिये च ।
ते न स्पृशतो नष्टं स्फुटमशरीरमिति को दोषः ? ॥)
ગાથાર્થ - અશરીરી થયેલો જીવ નાશ જ પામ્યો છે. તેથી તેને સુખ-દુઃખ અને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી. “અશરીરી’ થયો આ શબ્દથી સ્પષ્ટ સમજાય છે. માટે જીવનો નાશ માનવામાં શું દોષ ? ।।૨૦૧૬
વિવેચન - જ્ઞ હૈં લૈ સશરીરસ્ય'' ઈત્યાદિ જે બે વેદવાક્યો છે તેનો અર્થ પર (સામેનો જીવ-પ્રભાસજી) આવો સમજે છે કે - જ્યારે આ જીવનો સંસાર સમાપ્ત થાય છે અને શરીરનો નાશ થાય છે ત્યારે શરીરના નાશની સાથે સર્વનો નાશ થાય છે એટલે કે જીવનો પણ નાશ થાય છે. શરીર પણ નાશ પામ્યું અને સાથે સાથે જીવ પણ નાશ પામ્યો. જીવ પણ ત્યાં સમાપ્ત જ થયો એટલે કંઈ જ ન રહ્યું. જેથી ખરવષાણની જેમ (ગધેડાના શીંગડાની જેમ) વસ્તુ સર્વથા અસત્ (અવિદ્યમાન) જ થઈ. આ રીતે શરીર અને તેની સાથે આત્માનો સર્વથા નાશ થવાથી સુખ-દુઃખ કે પ્રિયાપ્રિય સ્પર્શતાં નથી. આ