________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૫૭૯
વિવેચન - આ વિષયમાં પ્રભાસજી પ્રશ્ન કરે છે કે જો દીપકનો સર્વથા નાશ થતો ન હોય તો તે દીપક બુઝાયા પછી સાક્ષાત્ દેખાતો કેમ નથી ? જો સર્વથા નાશ પામ્યો ન હોય અને રહ્યો હોય તો બુઝાયા પછી પણ દીપક દેખાવો જોઈએ.
ઉત્તર - દીપક બુઝાયે છતે તુરત જ દીપકનો જે વિકાર (રૂપાન્તરતા) અંધકારનાં પુદ્ગલો રૂપે થયેલ છે તે દેખાય જ છે. લાંબા કાળ સુધી આગળ આગળ આ અંધકારાત્મક પુદ્ગલો જે નથી દેખાતાં તેનું કારણ એ છે કે તે વધારે વધારે સૂક્ષ્મ સૂકમતર ભાવે પરિણામ પામે છે, માટે નથી દેખાતાં.
જેમ વાદળની ઘટા કાળા કાળા રંગવાળી જામી છે. તે વાદળની ઘટા જેમ જેમ વિશીર્થમાણ થાય છે (વિખેરાતી જાય છે, તેમ તેમ કાળા કાળા વાદળના પુગલોના વિકારો પરિણામની સૂક્ષ્મતા થવાથી દેખાતા નથી. અર્થાત્ પ્રથમ કાળા રંગવાળાં અને ઘટાદાર બનેલ વાદળનાં જે પુગલો દેખાતાં હતાં તે જ પુગલો વિખેરાવાથી વધારે સૂક્ષ્મ પરિણામવાળાં થવાથી આકાશમાં હોવા છતાં વિરલભાવવાળાં બનવાથી દેખાતાં નથી.
તથા ડબ્બીમાં રહેલું અંજન ઘણા પુદ્ગલોનો સ્કંધ હોવાથી દેખાય છે પરંતુ તે જ અંજન પવન દ્વારા હરણ કરાતું હતું જે ઘણી રજ ઉડી જાય છે તે રજ સૂક્ષ્મ થવાથી દેખાતી નથી. પરંતુ હવામાં રજ નથી માટે નથી દેખાતી એમ નથી. અર્થાત્ રજ સૂક્ષ્મ હોવાથી નથી દેખાતી. પરંતુ અસત્ હોવાથી નથી દેખાતી એમ નહીં. પણ સત્ છે. તેવી જ રીતે દીપક બુઝાયા પછી તેનું રૂપાન્તર જે અંધકાર થાય છે તે દેખાય જ છે. કાલાન્તરે તે અંધકાર સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરિણામ પામતો હોવાથી દેખાતો નથી. ll૧૯૮૮
પુગલોનો પરિણામ (રૂપાન્તરતા) ચિત્ર-વિચિત્ર હોય છે. તે કહે છે - होऊण इंदियंतरगज्झा पुणरिंदियंतरग्गहणं । खंधा एंति न एंति य पोग्गलपरिणामया चित्ता ॥१९८९॥ (भूत्वेन्द्रियान्तरग्राह्याः पुनरिन्द्रियान्तरग्रहणम् । स्कन्धा यन्ति न यन्ति च पुद्गलपरिणामता चित्रा ॥)
ગાથાર્થ - પુગલના સ્કંધો ઈન્દ્રિયાન્તરગ્રાહ્ય થઈને વળી ઈન્દ્રિયાન્તરગ્રાહ્યપણાને પામે છે. તથા ઈન્દ્રિયગ્રાહ્યતાને પામતા નથી (અર્થાત્ અતીન્દ્રિય થઈ જાય છે.) માટે યુગલના પરિણામો ચિત્ર-વિચિત્ર છે. ll૧૯૮૯ll