________________
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
ગાથાર્થ - દીપકરૂપે રહેલો અગ્નિ પરિણામી દ્રવ્ય હોવાથી દૂધની જેમ તેનો સર્વથા નાશ થતો નથી. તથા જેમ ઘટનો નાશ થાય ત્યારે તેના વિકારરૂપે કપાલોનું પ્રત્યક્ષ દર્શન થાય છે. તેમ દીપકના અગ્નિના નાશ પછી તેના વિકારોનું (અંધકારનું) દર્શન થાય છે.
||૧૯૮૭૫
૫૭૮
વિવેચન – દીપકરૂપે રહેલા અગ્નિનો જ્યારે નાશ થાય છે એટલે કે જ્યારે દીપક બુઝાઈ જાય છે ત્યારે પણ દીપકનો સર્વથા નાશ થતો નથી. કારણ કે તે અગ્નિદ્રવ્ય દૂધની જેમ પરિણામી દ્રવ્ય છે. જેમ દૂધનું રૂપાન્તર દહીં થાય છે ત્યાં દૂધનો નાશ જરૂર થાય છે. પરંતુ તે દ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. દૂધનું ભાજન (વાસણ) સંપૂર્ણ દ્રવ્ય વિનાનું ચોખ્ખું બની જતું નથી. પરંતુ પરિણામી દ્રવ્ય હોવાથી દૂધપણે નાશ પામીને દહીંરૂપે પરિણામ પામે છે. તેવી જ રીતે દીપકનો અગ્નિ પણ પરિણામી દ્રવ્ય હોવાથી અગ્નિપણે વિનાશ પામીને અંધકાર સ્વરૂપે પરિણામ પામે છે.
અથવા જેમ માટીનો એક ઘટ છે તેને મુદ્ગર આદિ વડે હણવામાં આવે તો ઘટપણે જરૂર નાશ પામે છે. પરંતુ તે ઘટપણે નાશ પામીને તેના વિકારરૂપે કપાલ (ઠીકરાં) થાય છે અને તે પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે તે ઠીકરાંને ભાગીએ તો કપાલનો (ઠીકરાંનો) જરૂર નાશ થાય છે. પરંતુ સર્વથા નાશ થતો નથી. ચૂર્ણરૂપે પણ તે દ્રવ્ય રહે જ છે. જે જે વસ્તુ નાશ પામે છે તે તે વસ્તુ પ્રકારાન્તરરૂપે (બીજા વિકારરૂપે) પ્રત્યક્ષપ્રમાણથી દેખાય જ છે. માટે કોઈપણ વસ્તુનો સર્વથા નાશ થતો નથી. માત્ર રૂપાન્તર જ થાય છે. તેમ અહીં પણ દીપકરૂપે રહેલા અગ્નિનો નાશ થાય છે પણ તેનો સર્વથા નાશ થતો નથી પરંતુ દીપકનો અગ્નિરૂપે નાશ થઈને તે દ્રવ્ય અંધકાર રૂપે પરિણામ પામે છે. તે અંધકાર પ્રત્યક્ષ દેખાય છે. ૧૯૮૭
આ વિષયમાં પ્રશ્ન અને ઉત્તર જણાવે છે
जइ सव्वहा न नासोऽणलस्स किं दीसए न सो सक्खं । परिणामसुहुमयाओ जलयविगारंजणरउव्व ॥ १९८८॥
( यदि सर्वथा न नाशोऽनलस्य किं दृश्यते न स साक्षात् । परिणामसूक्ष्मतातो जलदविकारोऽञ्जनरज इव ॥)
ગાથાર્થ - જો દીપકનો સર્વથા નાશ થતો ન હોય તો તે દીપક દેખાતો કેમ નથી ? પરિણામ સૂક્ષ્મ-સૂક્ષ્મતર હોવાથી, વાદળના વિકારની જેમ અથવા અંજનના ચૂર્ણની જેમ.
||૧૯૮૮૫