________________
૪૮૬ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ વાક્યનો અભિપ્રાય (ફલિતાર્થ) આ પ્રમાણે સમજવો જોઈએ - જેમ મેરૂપર્વત વગેરે કેટલાક પદાર્થો શાશ્વત છે, સૈકાલિક ધ્રુવ છે, તેવા મેરૂપર્વત આદિની જેમ પરભવમાં કેટલાક જીવો શાશ્વત (સદાકાલ) નારકીરૂપે જ રહે છે આવું નથી. અર્થાત્ નારકીપર્યાય પણ અમુક કાલ પૂરતો જ આવે છે. તેના આયુષ્ય પ્રમાણે દસ હજાર વર્ષથી તેત્રીસ સાગરોપમ સુધી જ આ પર્યાય રહે છે. સદાકાળ રહેતો નથી. આ પર્યાય પૂરો થતાં તે જ જીવ તિર્યંચ અથવા મનુષ્ય થાય છે પણ નારકી થતો નથી. આમ કહેનારનો આશય છે. તેથી આ ભવમાં જે ઉત્કૃષ્ટ પાપ કરે છે તે મરીને પરભવમાં અવશ્ય નારકી થાય છે અને ત્યાં લાંબો કાળ દુ:ખ જ ભોગવે છે. માટે કોઈએ પણ તેવું પાપ કરવું નહીં કે જેથી પરભવમાં નારકી થવું પડે. અર્થાત્ પરભવમાં નારકી ન થવું પડે તેથી તમે ઉત્કૃષ્ટ પાપથી વિરામ પામો. આવો સૂત્રકારનો આશય છે.
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની અમૃતતુલ્ય વાણી સાંભળવાથી આઠમા અકંપિતજી બ્રાહ્મણનો પણ સંશય છેદાયો. ll૧૯૦૨-૧૯૦૩/l.
સંશય છેદાયે છતે ત્યારબાદ અકંપિતજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि, जिणेण जरा-मरण-विप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहिओ सह खंडियसएहिं ॥१९०४॥ (છિને સંશવે વિન, નર-મરણ-વિપ્રમુવલ્લેજ | સ: શ્રમUT: પ્રવ્રાત:, ત્રિમતુ સદ ઘvશતૈ: II)
ગાથાર્થ – જરા અને મરણથી મુક્ત એવા જિનેશ્વર પ્રભુ વડે અકંડિતજીનો સંશય છેદાયે છતે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે શ્રમણે દીક્ષા લીધી. //૧૯૦૪
વિવેચન - ભાવાર્થ બહુ જ સુગમ છે તથા ૧૮૮૪ મી ગાથાની જેમ ભાવાર્થ જાણવો. “નારકી છે કે નારકી નથી” આવા પ્રકારનો અકંડિતજીનો સંશય પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે છેદાયો. સંશય છેદાયે છતે અકંપિતજીને પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ સવિશેષ પ્રગટ્યો અને પોતાના ત્રણસો શિષ્યો સાથે ત્યાંને ત્યાં જ દીક્ષિત થયા. જ્યારે અકંડિતજીએ દીક્ષા લીધી ત્યારે તેઓને આઠમા ગણધર તરીકે ઉદ્ઘોષિત કરાયા. ll૧૯૦૪
| આઠમા ગણધર શ્રી અકંડિતજીનો વાદ સમાપ્ત થયો.