________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
કારણ કે મારામાં ભય, રાગ, દ્વેષ અને અજ્ઞાનનો સર્વથા અભાવ છે, માર્ગને જાણનારા મધ્યસ્થ પુરુષના વચનની જેમ. ૧૯૦૨
૪૮૫
તમે સર્વજ્ઞ છો એમ મારે કેવી રીતે માની લેવું ? આવી બુદ્ધિ થાય તો સર્વ સંશયને હું છંદનાર છું. તથા ભય, રાગ અને દ્વેષથી રહિત છું. કારણ કે હે સૌમ્ય ! તેનાં કોઈ લિંગો મારામાં દેખાતાં નથી. ।।૧૯૦૩
વિવેચન - ઉપર કહેલી બે ગાથાઓમાંથી પહેલી ગાથા તો ૧૫૭૮ મી ગાથાની તુલ્ય જ છે. ભાવાર્થ પણ તેમજ છે. ત્યાંથી જ જાણી લેવો. જેમ કોઈ વખત ગ્રામાન્તર જનારા માણસો માર્ગ ભૂલી ગયા હોય અથવા જે માર્ગે ચાલે છે તે માર્ગ બરાબર છે કે બરાબર નથી આવો સંદેહ હોય ત્યારે રસ્તામાં આવતા તે તે માર્ગના જાણકારને માર્ગ પૂછવામાં આવે છે. ત્યારે માર્ગજ્ઞ પુરુષ તે માર્ગસંબંધી ભય, રાગ અને દ્વેષ વિનાના હોવાથી મધ્યસ્થ તરીકે માર્ગ બતાવે છે અને તેનું વચન સાચું જ છે એમ સમજીને પૂછનારા સ્વીકારી લે છે. તેમ હે અપિત ! મારું પણ સઘળું વચન સત્ય છે, અનતિપાતિ (દોષ વિનાનું-નિર્દોષ) છે. કારણ કે મારામાં પણ ભયનો, રાગનો, દ્વેષનો અને મોહનો (અજ્ઞાનદશાનો) અભાવ જ છે.
અકંપિત - પરંતુ હે પ્રભુ ! તમે સર્વજ્ઞ જ છો એમ મારે કેવી રીતે જાણવું ? સર્વજ્ઞતાને જણાવનારું કોઈ લિંગ તો તમારામાં હોવું જોઈએને ?
ભગવાન - હે અકંપિત ! તમને જે જે સંશય હોય તે તે મને પૂછો કે જેથી તમને મારા વિષે સર્વજ્ઞપણાની પ્રતીતિ થાય. હું તમારા સર્વ સંશયને છેદનારો છું. માટે તમે કોઈ પણ પ્રશ્ન પૂછીને મારા વિષે સર્વજ્ઞપણાનો નિર્ણય કરી શકો છો. અથવા હે સૌમ્ય ! મારામાં ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનનો અભાવ છે. જેથી અસત્ય બોલવાનું હોતું જ નથી. અસત્ય બોલવાનાં આ ચાર કારણો છે. તે ચારમાંનું એક પણ કારણ મારામાં નથી. કેમકે તે ચારે કારણોનાં જે બાહ્યલિંગો છે તેનો મારામાં અભાવ છે. માટે પણ મારું વચન સંપૂર્ણ સત્ય અને નિર્દોષ છે આમ તમે સ્વીકારો.
વળી ૧૮૮૭ મી ગાથામાં વેદનાં જે બે વાક્યો જણાવવામાં આવ્યાં હતાં તેમાં પ્રથમ વાક્ય તો નારકી જીવોના અસ્તિત્વને જ સાધનારું છે. પરંતુ બીજું જે વાક્ય છે તેનો અર્થ “નારકી નથી”. આમ નારકીના નાસ્તિત્વને સૂચવનારું હોય એમ તમને લાગે છે. પરંતુ તેનો અર્થ તમે જે કરો છો તે બરાબર નથી.
“ન હૈં લૈ પ્રત્યે નારા: સૅન્તિ'' પરભવમાં કોઈ નારકી થતું નથી આવો અર્થ કરીને તમે નારકનો અભાવ જ છે આવી શંકા કરો છો. પરંતુ તમારો તે અર્થ અયુક્ત છે. આ