SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગણધરવાદ તેનો આશ્રય (આધાર) સંભવી શકતો નથી. કારણ કે જીવ હોવાનાં બધાં લિંગો જીવંત શરીરમાં દેખાય છે. માટે શરીર એ જ જીવનો આધાર છે. શરીરમાં જ જીવ છે, હા, એટલી વાત ચોક્કસ છે કે બધાં જ શરીરોમાં જીવ હોય છે એમ નથી, પણ જીવંત શરીરોમાં જીવ અવશ્ય હોય છે અને મૃત શરીરોમાં જીવ હોતો નથી. કારણ કે જીવંત શરીરોમાં જ હેય-ઉપાદેયમાં નિવૃત્તિ-પ્રવૃત્તિ આદિ જીવનાં લિંગો દેખાય છે, મૃતશરીરોમાં નહીં. આ રીતે જીવ છે એમ પણ સિદ્ધ થયું અને તે પણ જીવંત શરીરમાં જ છે એ પણ સિદ્ધ થયું. પ્રશ્ન - શરીરમાં જીવ છે એમ માનવાને બદલે જે શરીર છે તે જ જીવ છે એમ માનીએ તો શું દોષ ? ઉત્તર - “આ શરીરમાં હજુ જીવ જીવે છે, હવે આ શરીરમાં જીવ મૃત્યુ પામ્યો છે, આ શરીરમાં જીવ છે પણ મૂછિત થઈ ગયો છે ઈત્યાદિ વ્યવહાર તથા તેની જે વ્યવસ્થા છે તે ઘટશે નહીં. જો શરીર એ જ જીવ હોય તો જીવતા શરીરનો અગ્નિસંસ્કાર જેમ કરાતો નથી તેમ મૃતશરીરનો પણ અગ્નિસંસ્કાર ન કરાવો જોઈએ. કારણ કે તે શરીર પણ જીવ જ છે. જીવંત શરીરના જેવા હાવભાવ મૃતશરીરમાં પણ દેખાવા જોઈએ. ઈત્યાદિ યુક્તિઓ અમે આગળ ઉપર સમજાવીશું. ll૧૫૭૪ जीवोत्ति सत्थयमिणं, सुद्धत्तणओ घडाभिहाणं व । जेण त्थेण सदत्थं सो जीवो अह मई होज ॥१५७५॥ अत्थो देहोच्चिय से तं नो पज्जायवयणभेआओ । नाणाइगुणो य जओ भणिओ जीवो न देहोत्ति ॥१५७६॥ (जीव इति सार्थकमिदं, शुद्धत्वतो घटाभिधानमिव । येनार्थेन सदर्थं, स जीवोऽथ मतिर्भवेत् ॥ अर्थो देह एव तस्य, तन्नो पर्यायवचनभेदात् । ज्ञानादिगुणश्च यतो भणितो जीवो न देह इति ॥) ગાથાર્થ - “જીવ” આવું જે પદ છે તે સાર્થક છે. શુદ્ધ પદ હોવાથી, ઘટની જેમ, જે અર્થ વડે તે પદ સાર્થક છે તે જ જીવ છે. હવે કદાચ તમે આવો પ્રશ્ન કરો કે “દેહ” એ જ જીવપદનો અર્થ છે તો તે બરાબર નથી. કારણ કે પર્યાયવાચી શબ્દોનો ભેદ છે માટે જ્ઞાનાદિ ગુણોવાળો જે પદાર્થ છે તે જ જીવ છે. પણ દેહ એ જીવ નથી. /૧૫૭૫-૧૫૭૬/
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy