________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૫૫ સામાન્ય-વિશેષનો નિષેધ જણાવ્યો છે ત્યાં પણ તે તે ગૃહાદિમાં દેવદત્તાદિના સંયોગાદિ નથી અને નિષેધ કરાયા છે. પરંતુ તે સંયોગાદિ અન્યત્ર છે જ. જેમકે વિવક્ષિત એવા પોતાના ઘરની સાથે જ હાલ દેવદત્તના સંયોગનો નિષેધ કરાય છે. પરંતુ તે કાલે પણ ક્ષેત્રાન્તર એવા અન્યઘરમાં, ખેતરમાં, હાટમાં (દુકાનમાં) અથવા ગ્રામાન્તરમાં દેવદત્તનો સંયોગ છે જ. તથા ઘરનો પણ દેવદત્તની સાથે સંયોગ નથી. પરંતુ પલંગ આદિ ઘરવખરી સાથે તો આ ઘરનો સંયોગ પણ છે જ.
આ જ રીતે વિષાણનો પણ ખરના મસ્તક ઉપર સમવાય નથી પરંતુ ગાય-બકરા આદિના મસ્તક ઉપર તો સમવાય છે જ. સામાન્ય જાતિ પણ બીજો ચંદ્ર ન હોવાથી ચંદ્રમાં નથી. પરંતુ ઘટ-પટ-ગાય આદિ ઈતર પદાર્થોમાં ઘટત્વ-પટવ-ગોત્વ નામનાં સામાન્ય છે જ. ઘટ જેવી ભૂલતા ફક્ત મોતીમાં નથી પરંતુ બીજા સ્થાને કોળા આદિમાં છે જ. ત્રિલોકેશ્વરતા પણ તમારામાં નથી પરંતુ તીર્થંકરાદિ અન્યમાં છે જ, પંચસંખ્યાવિશિષ્ટત્વ પણ નિષેધના પ્રકારોમાં નથી પરંતુ અન્યત્ર અનુત્તરવિમાનાદિમાં છે જ. આવા પ્રકારની વિવેક્ષાથી અમે કહીએ છીએ કે “જેનો જેનો નિષેધ કરાય છે તે તે વસ્તુ ત્યાં ભલે ન હોય, પરંતુ સામાન્યથી સંસારમાં હોય જ છે. અન્યત્ર અવશ્ય હોય જ છે. આમ કહીએ છીએ - પણ જેનો જ્યાં નિષેધ કરાય છે તે વસ્તુ ત્યાં હોય જ છે. આમ અમે કહેતા નથી કે જેથી અમારી વાતમાં વ્યભિચારદોષ આવે.
પ્રશ્ન - હે ભગવાન્ ! અમે પણ શરીરમાં જ જીવનો નિષેધ કરીએ છીએ. કારણ કે લોકો શરીરમાં જીવ છે એમ માને છે.
ઉત્તર - હે ગૌતમ ! તમે બહુ સારું જ કહ્યું. કારણ કે તમે શરીરમાં જ આત્માનો નિષેધ કરો છો એમ બોલો છો. આનો અર્થ એ થાય છે કે “આત્મા તો છે જ” ફક્ત શરીરમાં તે નથી. તો અમારી તમને સમજાવવાની જે મહેનત હતી તે અમારા ઈષ્ટની સિદ્ધિ થઈ ગઈ. કારણ કે “જીવ છે કે નહીં” આવા પ્રકારનો તમને સંશય હતો. હવે “જીવ છે” એમ તો તમે સ્વીકાર્યું. જીવના અસ્તિત્વની સિદ્ધિ માટે જ આ સઘળી મહેનત હતી. “તે છે” આમ તો સિદ્ધ થઈ જ ચૂક્યું. એટલે અમારા ઈષ્ટની સિદ્ધિ થઈ એ જ ઘણા આનંદની વાત છે.
હવે સિદ્ધ થયેલા તે જીવનું અસ્તિત્વ, આશ્રય (આધાર) વિના હોઈ ન શકે એટલે કોઈને કોઈ તેનો (જીવન) આધાર હોવો જોઈએ તે પણ આપોઆપ સિદ્ધ થશે જ, તેની ચિંતા કરવા વડે સર્યું, તેની ચિંતા કરવાની જરૂર નથી. વળી શરીર વિના બીજો કોઈ