________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૫૧
(૭) તેવી પ્રસન્નતા = કોઈ દેવ-દેવી આ જીવ ઉપર નાખુશ હોય તો દુઃખ આપવાપ્રતિકૂળતા ઉભી કરવા માટે પણ સ્વપ્નનું નિમિત્ત બને છે.
(૮) અનૂપ = એટલે સનત્તપ્રદેશ = નદી-સરોવર-સમુદ્ર આદિ જળવાળા પ્રદેશો પણ સ્વપ્નનાં નિમિત્ત બને છે.
(૯)-(૧૦) પુળ્યો અને પાપોદ્રય = પુણ્યનો ઉદય ઈષ્ટ સ્વપ્નનું અને પાપનો ઉદય અનિષ્ટ સ્વપ્નનું નિમિત્ત બને છે.
આ પ્રમાણે સ્વપ્નમાં જે કોઈ જણાય છે, દેખાય છે, અનુભવાય છે, સ્વપ્નનું કારણ બને છે, તે સઘળા પદાર્થો જગતમાં સત્ છે. પણ અભાવાત્મક નથી. વળી સ્વપ્ન એ પણ સંદેહાદિની જેમ ભલે ભ્રમાત્મક હોય, તો પણ એક પ્રકારનું જ્ઞાનવિશેષ છે. માટે સ્વપ્ન પણ સત્ છે. અભાવાત્મક નથી. આ રીતે સ્વપ્ન અને સ્વપ્નનાં નિમિત્તો સત્ હોતે છતે “જગત્ શૂન્ય” છે. આમ કેમ કહેવાય ? હે વ્યક્તપંડિત ! તમારા વડે જગત શૂન્યાત્મક કેમ સ્વીકારાય છે ? ll૧૭૦૩|
विण्णाणमयत्तणओ, घडविण्णाणं व सुमिणओ भावो । अहवा विहियनिमित्तो, घडोव्व नेमित्तियत्ताओ ॥१७०४॥ (विज्ञानमयत्वतो घटविज्ञानमिव स्वप्नको भावः । अथवा विहितनिमित्तो, घट इव नैमित्तिकत्वात् ॥)
ગાથાર્થ - સ્વપ્ન એ પણ ભાવાત્મક વસ્તુ છે. વિજ્ઞાનાત્મક હોવાથી, ઘટ વિજ્ઞાનની જેમ. અથવા સ્વપ્ન એ ભાવાત્મક છે. નિમિત્તો વડે થતું હોવાથી, ઘટની જેમ, સ્વપ્નનાં નિમિત્તો પૂર્વે કહ્યાં છે. ll૧૭૦૪l
વિવેચન - સ્વપ્ન એ પણ શૂન્યાત્મક નથી. પરંતુ ભાવાત્મક વસ્તુવિશેષ છે, ધર્મસ્વરૂપ છે. આ વાત સમજાવવા માટે આ ગાથામાં બે અનુમાન કર્યા છે અને ઘટવિજ્ઞાનનું તથા ઘટનું દૃષ્ટાન્ત આપેલું છે. વિજ્ઞાનમયત્વત્ અને નૈમિત્તિવવત્ આ બન્ને હેતુઓ છે.
(૧) સ્વનો ભાવાત્મ:, વિજ્ઞાનમત્વત્ વિજ્ઞાનવત્ આ પ્રથમ અનુમાન છે. સ્વપ્ન એ એક ભાવાત્મક વસ્તુવિશેષ છે. આત્મામાં પ્રગટ થયેલો ભ્રમાત્મક પણ જ્ઞાનવિશેષરૂપ ધર્મ છે. ઘટના વિજ્ઞાનની જેમ. જે જે વિજ્ઞાનાત્મક હોય છે. તે તે સઘળા પણ ભાવાત્મક ભાવો છે. જેમ ઘટ-પટ આદિ પદાર્થોનું વિજ્ઞાન. સ્વપ્ન એ પણ ભલે