________________
ગણધરવાદ
૧૯૭
ત્રીજા ગણધર - વાયુભૂતિ ગાથાર્થ - જાતિસ્મરણ જ્ઞાનવાળો આત્મા વિનાશ પામ્યો નથી. સ્મરણવાળો હોવાથી, બાલ્યાવસ્થાના જન્મસંબંધી સ્મરણવાળાની જેમ, અથવા વિદેશમાં ગયેલો પુરુષ પોતાના દેશના આચરણનું સ્મરણ કરે છે તેમ. /૧૬૭૧
વિવેચન - વર્તમાનભવમાં વર્તતા જીવોમાંથી કોઈક કોઈક જીવોને ગયા ભવના ચરિત્રનું સ્મરણ થઈ આવે છે. જ્ઞાનીનાં વચનો સાંભળવાથી અથવા તેવા પ્રકારની ભવિતવ્યતા પાકવાથી કોઈક કોઈક જીવોને પાછલા ભવોના ચરિત્રનું સ્મરણ થતું હોય છે તેવા જીવોને “જાતિસ્મરણ જ્ઞાનવાળા જીવ કહેવાય છે.”
આવા પ્રકારના જાતિસ્મરણ જ્ઞાનવાળા કોઈક કોઈક જીવો દેખાય છે. તેથી ગયા ભવોનાં તે તે શરીર નાશ પામવા છતાં તેમાં રહેલો આત્મા સર્વથા નષ્ટ થયો નથી. ગત ભવનું શરીર નાશ પામવા છતાં તદ્ગત આત્મા નષ્ટ થતો નથી. આ પ્રતિજ્ઞા જાણવી. કારણ કે ગયા ભવના ચરિત્રનું તે જ જીવને આ ભવમાં સ્મરણ થાય છે માટે, આ હેતુ (તર્ક) જાણવો. જેમ બાલ્યાવસ્થાના આચરણને સ્મરણ કરનારો વૃદ્ધાવસ્થાવત તે જ આત્મા નષ્ટ નથી થયો તેમ અહીં સમજવું. આ ઉદાહરણ જાણવું અથવા પોતાના દેશમાં (માલવાદિ કોઈ એક દેશમાં) બનેલા પોતાના આચરણને તે જ પુરુષ વિદેશમાં જવા છતાં પણ સ્મરણ કરે છે. તેથી અનિત્ય (ક્ષણિક) નથી. પણ કથંચિ નિત્ય છે. તેમ અહીં સમજવું. આ બીજું પણ ઉદાહરણ છે.
બને ઉદાહરણોને અનુસારે ભાવાર્થ આ પ્રમાણે છે કે -
જે મનુષ્ય અન્ય દેશમાં બનેલા અને અન્ય કાલમાં બનેલા ચરિત્રને અન્ય દેશમાં જવા છતાં પણ અને અન્ય કાલ આવવા છતાં પણ સ્મરણ કરે છે. સ્મરણ કરી શકે છે તો સમજવું જોઈએ કે પૂર્વાપર દેશમાં રહેનારો અને પૂર્વાપર કાલમાં રહેનારો તે મનુષ્ય સર્વથા નાશ પામતો નથી. પરંતુ જે મનુષ્ય પૂર્વના દેશમાં હતો તે જ ઉત્તરના દેશમાં છે અને જે મનુષ્ય પૂર્વના કાલમાં હતો તે જ મનુષ્ય ઉત્તરના કાલમાં છે. સર્વથા નષ્ટ થયો નથી. પર્યાયથી નાશ પામવા છતાં પણ દ્રવ્યથી તે પદાર્થ ધ્રુવ છે, ક્ષણિક નથી.
જેમકે બાલ્યકાળમાં અનુભવેલા અર્થોનું વૃદ્ધાવસ્થામાં અનુસ્મરણ કરનાર દેવદત્ત બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં ભિન્ન નથી. પરંતુ જે દેવદત્ત બાળક હતો તે જ દેવદત્ત વૃદ્ધ બન્યો છે. તેવી જ રીતે ગયા ભવના અનુભવેલા પદાર્થોનું બીજા ભવમાં અનુસ્મરણ કરનાર જાતિસ્મરણ જ્ઞાનવાળો જીવ જે ગતભવમાં હતો તે જ વર્તમાન ભવમાં હોય, તો જ પૂર્વભવના ચરિત્રનું સ્મરણ આ ભવમાં ઘટી શકે છે. તેથી જ ગત ભવનો જીવ આ