________________
૧૯૬
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
સિદ્ધ થઈ જશે. તેથી આવી વાર્તા કરનારા એવા તમને વિરોધ નામનો દોષ આવશે. કારણ કે ઉપરના સર્વે કર્તા મૂર્ત છે, રૂપી છે, ચક્ષુર્ગોચર છે, વર્ણાદિ ગુણવાળા છે, અવયવોના સંઘાતસ્વરૂપ છે અને બાલ્યાદિ ભાવવાળા હોવાથી તથા જન્મ-મરણાદિવાળા હોવાથી અનિત્યસ્વભાવવાળા છે. જ્યારે જૈનદર્શનમાં આત્મા તો અમૂર્ત, અરૂપી, ચક્ષુથી અગોચર, વર્ણાદિ ગુણો વિનાનો, અખંડ દ્રવ્યસ્વરૂપ અને અનાદિ-અનંત નિત્ય કહેલો છે. આ રીતે જૈન શાસ્ત્રમાં જેવો આત્મા કહ્યો છે તેનાથી વિપરીત આત્મા આ ઉદાહરણોથી સિદ્ધ થાય છે. માટે તમને વિરોધ દોષ આવશે.
ઉત્તર - કર્મરહિત અને અશરીરી કેવલ એકલો જે આત્મા છે તે જ અમૂર્ત-અરૂપીચક્ષુ-અગોચર-વર્ણાદિથી રહિત વગેરે ભાવોવાળો છે. જ્યારે આ ચર્ચા કર્મવાળા જીવની,
શરીરધારી જીવની ચાલે છે અને તે જીવ શરીર અને કર્મની સાથે જોડાયેલો હોવાથી કથંચિત્ મૂર્ત પણ છે, રૂપી પણ છે, ચક્ષુર્ગોચર પણ છે અને વર્ણાદિ ભાવોવાળો પણ છે. તથા ઔયિક-ક્ષાયોપમિક અને પારિણામિક ભાવોને આશ્રયી પરિણામી હોવાથી અનિત્ય પણ છે. તેથી સંસારી જીવમાં ઉપરોક્ત ઉદાહરણોથી મૂર્તત્વાદિ સિદ્ધ થાય તો પણ તેમાં કોઈ દોષ આવતો નથી. |૧૬૬૮-૧૬૬૯-૧૬૭૦૦
આત્માની બાબતમાં બૌદ્ધમતાનુયાયી કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે સર્વે પણ પદાર્થો ક્ષણિક હોવાથી આત્મા પણ ક્ષણનશ્વર હોવાથી શરીરની સાથે જ નાશ પામે છે. માટે પરમાર્થથી આ આત્મા શરીરથી ભિન્ન નથી. શરીર જેમ નાશવંત છે તેમ આત્મા પણ નાશવંત છે. તેથી ગયા ભવનું શરીર જ્યારે નાશ પામે છે ત્યારે તેની સાથે જ આત્મા પણ નાશ પામે છે. તેથી ભવાન્તરયાયી એવો સ્વતંત્ર આત્મા જેવો કોઈ પદાર્થ નથી તો શરીરથી ભિન્ન આત્મા નામનો પદાર્થ છે. આવી સાધના (સિદ્ધિ) કરવાની શું જરૂર છે ? આવો પ્રશ્ન કરનારા બૌદ્ધદર્શનની સામે “આત્મા સર્વથા ક્ષણિક નથી'' પરંતુ પર્યાયથી ક્ષણિક હોવા છતાં પણ દ્રવ્યથી નિત્ય પણ છે જ. આ વાત સમજાવતા શ્રી પરમાત્મા કહે છે કે -
जाइस्सरो न विगओ, सरणाओ बालजाइसरणोव्व । जह वा सदेसवत्तं, नरो सरंतो विदेसम्मि ॥ १६७१ ॥
( जातिस्मरो न विगतः, स्मरणाद् बालजातिस्मरण इव । यथा वा स्वदेशवृत्तं, नरः स्मरन् विदेशे ॥ )