________________
ગણધરવાદ
૬૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે. સામાન્ય ધર્મને જાણનારી ચૈતન્યશક્તિને દર્શનોપયોગ કહેવાય છે અને વિશેષધર્મને જાણનારી ચૈતન્યશક્તિને જ્ઞાનોપયોગ કહેવાય છે. આ બન્ને પ્રકારના દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા જીવો હોય છે તે ઉપયોગ શરીરે શરીરે ઉત્કર્ષ અને અપકર્ષ વાળા હોય છે. કીડીના શરીરમાં જે ચૈતન્ય છે તેનાથી પશુના શરીરમાં ચૈતન્ય વધારે છે અને પશુના શરીર કરતાં માનવના શરીરમાં ચૈતન્ય વધારે છે. માનવમાં પણ બાળક કરતાં યુવાનના શરીરમાં ચૈતન્ય વધારે હોય છે. આમ પ્રતિશરીરે ચૈતન્ય ઉત્કર્ષ અને અપકર્ષવાળું હોવાથી અનંતભેદવાળું છે. તેથી તે ઉપયોગલક્ષણવાળા જીવો પણ ભિન્ન ભિન્ન અનંતા છે. આ પ્રમાણે ગાથા ૧૫૮૨ ના પૂર્વ અર્ધભાગનો અર્થ સમજાવ્યો. હવે તે જ ગાથાનો ઉત્તરાર્ધ સમજાવે છે. ll૧૫૮all
एगत्ते सव्वगयत्तओ, न मोक्खादओ नभस्सेव । कत्ता भोत्ता मंता, न य संसारी जहागासं ॥१५८४॥ (एकत्वे सर्वगतत्वतो न मोक्षादयो नभस इव ।
હર્તા મોહતા મન્તા, ન ત્ર સંસાર યથાશમ્ )
ગાથાર્થ - સર્વ જીવોનો એક જીવ માનવાથી સર્વવ્યાપી થવાથી આકાશની જેમ મોક્ષાદિ ઘટતાં નથી. તથા એક જીવ માનવાથી આકાશની જેમ કર્તા-ભોક્તા-મત્તા અને સંસારી અવસ્થા પણ ઘટતી નથી. /૧૫૮૪ll
| વિવેચન - આ સંસારમાં શરીરે શરીરે જુદા જુદા જીવ છે. જો એમ ન માનીએ અને સર્વે જીવોનો મળીને એક જ જીવ છે. આમ જો માનીએ તો તે જીવ સર્વવ્યાપી થવાથી આકાશના જેવો વ્યાપક થયો. જે જે સર્વવ્યાપી=વ્યાપક દ્રવ્ય હોય છે તેને સુખ-દુઃખ કર્મબંધ અને કર્મોથી મુક્તિ હોતી નથી. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અને જ્યાં જ્યાં સુખ-દુઃખ-બંધ અને મોક્ષાદિ હોય છે ત્યાં ત્યાં સર્વવ્યાપીપણું હોતું નથી. જેમકે દેવદત્ત-ચૈત્ર-મૈત્ર ઈત્યાદિ. આ અનુમાનથી આત્માનું એકત્વ માનવાથી સુખ-દુઃખાદિ ઘટતાં નથી.
વળી સર્વ જીવોનો એક જીવ માનવાથી સમસ્ત લોકવર્તી જીવ થવાથી આકાશદ્રવ્યની જેમ કર્તા-ભોક્તા-મત્તા અને સંસારી અવસ્થા વગેરે ભાવો પણ ઘટશે નહીં. કારણ કે જે જે દ્રવ્યો સર્વવ્યાપી હોય છે તે તે કર્તા-ભોક્તા-મન્તા હોતાં નથી. જેમકે આકાશ. તેમાં જ જીવ પણ તેવો માનવાથી કર્તા વગેરે ભાવો સંભવશે નહીં. ll૧૫૮૪