________________
II મંડિક નામના છઠ્ઠા ગણધર II હવે મંડિક નામના છઠ્ઠા ગણધરનો વાદ કહેવાય છે. ते पव्वइए सोउं मंडिओ आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१८०२॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, मण्डिक आगच्छति जिनसकाशम् । દ્રના િવન્યૂ, વન્દુિત્વ પર્યુષારે )
ગાથાર્થ - તે પાંચે ભાઈઓને પ્રવૃજિત થયેલા સાંભળીને મંડિક નામના છઠ્ઠા બ્રાહ્મણપંડિત જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે હું પણ જાઉં, વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. /૧૮૦૨/
વિવેચન - સુધર્મ બ્રાહ્મણને પ્રવ્રજિત થયેલા મંડિકે સાંભળ્યા. આમ એક પછી એક પોતાના પાંચે વડિલ બંધુઓને દીક્ષિત થયેલા સાંભળીને પોતાના મનમાં પાકો નિર્ણય થયો કે આ સાચા કેવલી ભગવાન આવ્યા છે. જૈનોના ચોવીસમા તીર્થંકરપ્રભુ શ્રી મહાવીર સ્વામી જ છે. તે સાચા વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી જ છે. હું જલ્દી જલ્દી ત્યાં જાઉં, વંદન કરું. વંદન કરીને મારા હૃદયનો પ્રશ્ન પૂછીને નિઃસંદેહ થાઉં અને આ ભગવાનની પર્યાપાસના કરું. આવા આવા પ્રકારના મનમાં ઉત્તમ વિચારો કરતા કરતા પરમાત્માની પાસે આવ્યા. /૧૮૦૨ા
आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१८०३॥ किं मन्ने बन्धमोक्खा, संति न संतित्ति संसओ तुझं । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१८०४॥ (आभाषितश्च जिनेन, जाति-जरा-मरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च, सर्वज्ञेन सर्वदर्शिना ॥ किं मन्यसे बन्धमोक्षौ स्तो न स्त इति संशयस्तव । वेदपदानाञ्चार्थं, न जानासि तेषामयमर्थः ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા અને સર્વજ્ઞ તથા સર્વદર્શી એવા જિનેશ્વર પરમાત્માએ મંડિક એવા નામપૂર્વક અને તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા અને