________________
પાંચમા ગણધર - સૌધર્મ
૩૭૫
ઉત્તર
પુરુષ મરીને પુરુષ
અને પશુ મરીને પશુ ન જ થાય અને વિજાતીય જ થાય એવું અમારું કહેવું નથી. પુરુષ મરીને ક્યારેક પુરુષ પણ થાય અને દેવાદિ અન્ય જાતિ પણ થાય. તે જ રીતે પશુ મરીને પશુ પણ થાય અને મનુષ્યાદિ અન્ય જાતિ પણ થાય. એમ અમારું કહેવું છે. કોઈક પુરુષ આ મનુષ્ય જન્મમાં પ્રકૃતિએ ભદ્રિક હોય, વિનીત હોય, અનુકંપાવાળો હોય અને ઈર્ષ્યા આદિ કુત્સિત ભાવો વિનાનો હોય તો તે મનુષ્ય આ ભવમાં મનુષ્યના આયુષ્યનો તથા મનુષ્યગતિને યોગ્ય નામકર્મ અને ગોત્રકર્મની ઉત્તર પ્રકૃતિઓનો બંધ કરીને મૃત્યુ પામ્યો છતો પુરુષપણાને પણ પામે છે. પરંતુ પુરુષ મરીને નિયમા પુરુષ જ થાય એવો એકાન્ત નિયમ નથી. અન્ય મનુષ્યે અન્ય ભવને યોગ્ય આયુષ્યકર્માદિ બાંધ્યું હોય તો તેવાં કર્મોને આધીન થયેલો તે મનુષ્ય અન્યથા પણ (મનુષ્ય વિનાના બીજા નારક-દેવ-તિર્યંચ આદિ ભવોમાં પણ) ઉત્પન્ન થાય છે.
ગણધરવાદ
-
એ જ પ્રમાણે આ ભવમાં જે પશુ હોય તેમાંથી કોઈક માયા-કપટ આદિ દોષોના વશથી પશુના ભવને યોગ્ય આયુષ્યકર્મ તથા નામ-ગોત્રકર્મ બાંધીને પરભવમાં પશુ પણ થાય છે. પરંતુ સર્વે પશુઓ મૃત્યુ પામીને પશુ જ થાય એવો નિયમ નથી. કારણ કે જીવોની મૃત્યુ પછી ગતિ કર્મોને આધીન હોય છે. આ પ્રમાણે પાંચમા સુધર્મ નામના બ્રાહ્મણનો સંશય પણ ભગવાન વડે સર્વથા છેદાયો. ||૧૮૦૦
સંશય છેદાયા પછી શું થયું ? તે કહે છે -
छिन्नम्मि संसयम्मि, जिणेण जरामरणविप्पमुक्केणं ।
सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥ १८०१ ॥
(छिन्ने संशये जिनेन जरामरणविप्रमुक्तेन ।
સ: શ્રમ: પ્રવૃત્તિતઃ, પશ્ચમિસ્સહ ન્ડિશન્નૈ: 1)
ગાથાર્થ - જરા-મરણથી મુક્ત બનેલા જિનેશ્વર પરમાત્મા વડે સુધર્મનો સંશય છેદાયે છતે પાંચસો શિષ્યો સાથે તે સુધર્મ શ્રમણ પ્રભુ પાસે પ્રવ્રુજિત થયા. ૧૮૦૧॥
વિવેચન - ભાવાર્થ પૂર્વની જેમ સુગમ છે. પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ વડે સુધર્મ પંડિતનો સંશય છેદાયે છતે પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ શ્રી મહાવીરપ્રભુની પાસે તે સુધર્મ પ્રવ્રુજિત થયા અને પાંચમા સુધર્મસ્વામી ગણધર એવા નામે ઘોષિત કરાયા. ૧૮૦૧॥
પાંચમા ગણધર શ્રી સૌધર્મજીનો વાદ સમાપ્ત થયો