________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
મળે એવા ભાવથી જ તે તે ક્રિયામાં પ્રવર્તે છે. પણ તેનાથી બંધાતું પાપકર્મ રૂપ અદૃષ્ટફળ મને મળો એવા આશયથી તેમાં પ્રવૃત્તિ કરતા નથી. તો પણ દૃષ્ટફળ મળે પણ ખરું અને ન પણ મળે. પરંતુ “પાપબંધ” રૂપ અદૃષ્ટફળ તો ઈચ્છા ન હોવા છતાં પણ તે ક્રિયામાં પ્રવર્તનારા સર્વે જીવોને પ્રાપ્ત થાય જ છે. અન્યથા = (પાપકર્મના બંધરૂપ) અદૃષ્ટફળ જો ન મળતું હોત તો તે તે ક્રિયા કરનારા તે તે જીવો તે તે ક્રિયા કરીને તેના દૃષ્ટફળ માત્રને પામીને તેનો ઉપભોગ કરીને (અદૃષ્ટ ફળ = પાપકર્મ ન બંધાયેલ હોવાથી) તુરત જ મોક્ષે જ જાય અને જો આમ સંસારમાં સાવદ્યક્રિયા કરવા છતાં તેના દૃષ્ટફળ માત્રને પામીને મોક્ષે જવાતું હોત અને અર્દષ્ટ ફળરૂપ પાપબંધ જો થતો ન હોત તો તો આજ સુધીમાં ઘણા ઘણા જીવો મોક્ષે ચાલ્યા ગયા હોત. તેથી સંસારી જીવો તો અતિશય અલ્પ જ રહ્યા હોત. એથી સંસારી જીવોનું અનંતાનંતપણું છે તે ઘટે નહીં. માટે અદૃષ્ટફળ પાપકર્મના બંધરૂપ અવશ્ય છે જ. તેથી તે બાંધીને અનંત જીવો આ અનંત સંસારમાં રખડે છે. આ રીતે પાપકર્મના બંધરૂપ અદૃષ્ટફળ અવશ્ય છે જ અને દૃષ્ટફળ ધાન્યપ્રાપ્તિ આદિ તો અન્ય કારણો (વરસાદ આદિ) નો સંયોગ મળે તો પ્રાપ્ત થાય પણ ખરું અને (વરસાદ આદિ) અન્ય કારણોનો સંયોગ ન મળે તો દૃષ્ટફળ પ્રાપ્ત ન પણ થાય પણ પાપકર્મના બંધસ્વરૂપ અદૃષ્ટફળ તો અવશ્ય મળે જ. તેથી જ સંસારમાં રખડતા-જન્મ-મરણોથી પીડાતા જીવોની સંખ્યા અતિશય બહુ છે.
૧૧૭
તથા દાનાદિ શુભક્રિયામાં પ્રવર્તનારા જીવો અતિશય અલ્પ છે. તેથી પુણ્યબંધ અને ધર્મરૂપ અદૃષ્ટ ફળની પ્રાપ્તિ કરનારા જીવોની સંખ્યા અને તે પુણ્યબંધ દ્વારા તથા ધર્માચરણ કરવા દ્વારા મુક્તિ પ્રાપ્ત કરનારા જીવોની સંખ્યા પણ અવશ્ય અલ્પ જ છે.
પ્રશ્ન
-
હે ભગવાન ! દાનાદિ શુભક્રિયામાં પ્રવર્તનારા સર્વે પણ જીવો “આ દાનાદિથી મને પુણ્ય બંધાઓ, મને ધર્મ થાઓ. મારી મુક્તિ થાઓ” એમ અદૃષ્ટ ફળને ઈચ્છે જ છે. અદૃષ્ટફળને બુદ્ધિમાં રાખીને જ તે જીવો તે ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે તેથી તે જીવોને અદૃષ્ટફળ ભલે હો, પરંતુ ખેતી-વેપાર અને પશુવિનાશ કરનારા જીવોમાંથી કોઈ એક જીવ પણ આ ક્રિયાથી મને પાપબંધ રૂપ અદૃષ્ટફળ મળો એવી ઈચ્છા રાખતો નથી. કેવલ ધાન્યપ્રપ્તિ, ધનપ્રાપ્તિ અને માંસપ્રાપ્તિ રૂપ દૃષ્ટફળ જ ઈચ્છે છે. તો પાપબંધરૂપ અદૃષ્ટફળ કેમ મળે ? સારાંશ કે શુક્રિયા કરનારા જીવો તો ધાર્મિક પરિણામવાળા હોવાથી પુણ્યબંધ અને ધર્મરૂપ અદૃષ્ટફળને ઈચ્છે છે. તેથી તે જીવોને તો અર્દષ્ટફળ ભલે હો. પરંતુ અશુભ ક્રિયા કરનારા જીવોમાં તો કોઈ પાપબંધરૂપ અદૃષ્ટફળને ઈચ્છતું જ નથી. તો તેઓને અદૃષ્ટફળની પ્રાપ્તિ કેમ થાય ?