________________
૧૧૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ઉત્તર - હે અગ્નિભૂતિ ! તમારી આ શંકા વ્યાજબી નથી. કારણ કે “જે જે કાર્યનું જે જે અવિકલ કારણ હોય છે તે તે અવિકલ કારણ પોતપોતાનું કાર્ય કરે જ છે. કર્તાની ઈચ્છાની અપેક્ષા રાખતું નથી.” કર્તાની ઈચ્છા હોય કે કર્તાની ઈચ્છા ન હોય તો પણ
અવિકલકારણ (સમર્થ કારણ) પોતાનું કાર્ય કરે જ છે. અગ્નિમાં ભૂલથી નંખાયેલા હાથને ઈચ્છા ન હોવા છતાં પણ અગ્નિ દાહનું અવિકલકારણ હોવાથી બાળે જ છે. સર્પને ભૂલથી પણ પકડવા જાઓ તો પકડનારની ઈચ્છા ન હોવા છતાં પણ સર્પ એ ડંખ મારે જ છે અને મૃત્યુ આદિ પીડા આવે જ છે. દૂરથી આવી રહેલું પાણીનું પૂર વસ્તુસમૂહને ખેંચી જવાનું અવિકલકારણ હોવાથી માલીકની ઈચ્છા ન હોવા છતાં પણ વસ્તુસમૂહને ખેંચી જ જાય છે. વાવણી કરનારનું ધ્યાન ન રહ્યું હોય તે રીતે કોઈ બીજાના ખેતરમાં પોતાના કોઢવાદિ ધાન્યનાં બીજ પડી જાય અને જલાદિ અન્ય સામગ્રી મળી જાય તો અવિકલકારણતાને પામેલાં તે બીજ, વાવણી કરનારની ઈચ્છા અન્ય માલીકના ખેતરમાં ફળપ્રાપ્તિની ન હોવા છતાં અંકુરા ઉગાડે જ છે અને ધાન્યપ્રાપ્તિ રૂપ ફળ આપે જ છે. આ ઉદાહરણોથી સમજાશે કે કર્તાની ઈચ્છા હોય કે કર્તાની ઈચ્છા ન હોય તો પણ જે અવિકલકારણ હોય છે તે કાર્ય કરે જ છે. ઈચ્છાથી કાર્ય થતું નથી પણ અવિકલકારણથી કાર્ય થાય છે.
કૃષિ (ખેતી), વેપાર અને પશુવિનાશ આ સર્વે પણ ક્રિયાઓ સાવદ્ય હોવાથી, બીજા અનેક જીવોના સંહાર કરનારી હોવાથી અધર્મ ઉત્પન્ન કરવામાં અવિકલકારણવાળી છે. આ કારણથી તે ક્રિયાને કરનારા જીવોની ઈચ્છા પાપનો બંધ કરવાની ભલે ન હોય તો પણ સાવદ્ય હોવાથી અધર્મ (પાપબંધ) રૂપ ફળનું અવિકલકારણ હોવાથી તે ફળ અવશ્ય આપે જ છે. વરસાદ-પ્રકાશ-પવન આદિ અન્ય કારણસામગ્રીનો યોગ કદાચ ન મળે તો દષ્ટફળનું અવિકલ કારણ ન બનવાથી ધાન્યપ્રાપ્તિરૂપ દૃષ્ટફળ ન પણ મળે પરંતુ આ સાવદ્ય ક્રિયાઓ પાપબંધનું અવિકલ કારણ હોવાથી પાપબંધરૂપ અષ્ટફળ તો અવશ્ય મળે જ છે.
દાનાદિ શુભક્રિયામાં પ્રવર્તનારા જીવોમાં પણ વિવેકી આત્માઓને દૃષ્ટફળ યશ માન-મોભો આદિ અને અદૃષ્ટ ફળ પુણ્યબંધ આદિની ઈચ્છા હોતી નથી, પોતાનો મોહ ઉતારવા જ દાનાદિ ક્રિયા વિવેકી જીવો કરતા હોય છે. એટલે દેખું-અદષ્ટ ફળની ઈચ્છા નથી તો પણ તે દાનાદિ ક્રિયા યશ આદિ દૃષ્ટફળનું અને પુણ્યબંધ રૂપ અષ્ટફળનું અવિકલકારણ હોવાથી તે ક્રિયા પણ દૃષ્ટ-અદૃષ્ટ ફળ અવશ્ય આપે જ છે.
ઉપરની ચર્ચાથી બરાબર સમજાશે કે દાનાદિ શુભક્રિયા ભલે હોય કે કૃષિ આદિ અશુભ ક્રિયા ભલે હોય તો પણ તે તે ક્રિયાનું પુણ્યબંધ અને પાપબંધરૂપ ફળ અવશ્ય