________________
પ૩૧
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા | વિવેચન - જે સમયે જીવ કર્મ બાંધે છે તે સમયે તો શુભ અને અશુભ આવા પ્રકારના વિશેષણથી અવિશિષ્ટ જ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોને આ જીવ ગ્રહણ કરે છે. અને જલ્દી જલ્દી તે ગ્રહણ સમયે જ આ જીવ અવિશિષ્ટ એવાં કાર્મણવર્ગણાનાં આ પુદ્ગલોને શુભપણે અને અશુભપણે પરિણાવે છે. કર્મપુદ્ગલોનું તેવા પ્રકારનું પરિણમન કરવાનું કારણ. “પરિણામાશ્રયસ્વભાવ છે” તેનો અર્થ આ પ્રમાણે છે -
(૧) કર્મબંધ કરતી વખતે પૂર્વબદ્ધ કર્મોના ઉદયના આશ્રયભૂત (આધારભૂત) એવા જીવનો શુભ અથવા અશુભ અધ્યવસાય - પરિણામવાળો જે સ્વભાવ તે સ્વભાવના કારણે કર્મપુદ્ગલોને શુભાશુભરૂપે પરિણાવે છે.
(૨) કાર્મણવર્ગણાના પુદ્ગલોમાં પણ એવા પ્રકારની તે કોઈ યોગ્યતાવિશેષ રહેલી છે કે જે શુભ અથવા અશુભરૂપે પરિણામ પામે છે એટલે કે શુભત્વ અને અશુભત્વરૂપે પરિણામ પામવાના આશ્રયવાળાં કર્મપુગલો છે. આમ જીવમાં કર્મોદયજન્ય અધ્યવસાય અને કર્મયુગલોમાં પરિણમન સ્વભાવ રહેલો છે. તેથી જ ટીકામાં કહ્યું છે કે પૂર્વકાલે બાંધેલા પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારના કર્મના ઉદયની આધીનતાના કારણે કર્મના આશ્રયવાળો આ જીવ છે અને શુભાશુભત્વના પરિણામના આશ્રયવાળું કર્મ છે. એટલે જીવ પણ આશ્રયસ્વભાવવાળો અને કર્મ પણ આશ્રયસ્વભાવવાળું છે. આમ બન્ને દ્રવ્યો આશ્રયસ્વભાવવાળાં છે. જેમ અગ્નિમાં દાહકસ્વભાવ છે અને કાષ્ઠાદિમાં દાહ્યસ્વભાવ છે. તેથી જ અગ્નિ કાષ્ઠાદિને બાળી શકે છે. તેમ જીવ પરિણામ પમાડવાના સ્વભાવનો આશ્રય છે અને કાર્મણવર્ગણાના પુદ્ગલો કર્મપણે પરિણામ પામવાના સ્વભાવનો આશ્રય છે. આમ તેવા તેવા સ્વભાવની આશ્રયવૃત્તિના કારણે જીવ કર્મને શુભાશુભરૂપે ગ્રહણ સમયે જ પરિણમાવી શકે છે.
આ રીતે પરિણામ (અધ્યવસાય) અને આશ્રયસ્વભાવ આ બન્નેના કારણે જીવ કર્મોને ગ્રહણકાલે જ શુભાશુભપણે પરિણમન પમાડવાનું કાર્ય કરે છે. ભાવાર્થ એવો છે કે (૧) જીવનો જે શુભ અથવા અશુભ પરિણામ છે (અધ્યવસાય છે) તેના વશથી આ જીવ ગ્રહણ સમયે જ કર્મપુદ્ગલોમાં શુભત્વ અથવા અશુભત્વ ઉત્પન્ન કરે છે. (૨) તથા પૂર્વે બાંધેલા મોહનીયાદિ કર્મોના ઉદયના આશ્રયભૂત (આધારભૂત) એવો આ જીવ પોતે પણ રાગ-દ્વેષાદિ ભાવે શુભ-અશુભપણે પરિણામ પામે છે. તેથી કર્મના ઉદયના આધારભૂત એવા જીવનો તેવો કોઈ સ્વભાવ જ છે કે જે પોતે શુભ અથવા અશુભપણે પરિણામ પામ્યો છતો કર્મને ગ્રહણ કરે છે અને કર્મને તે રૂપે પરિણાવે છે. (૩) તથા શુભપણે અને અશુભપણે પરિણામ પામવાની યોગ્યતાવાળા એટલે તેવી યોગ્યતાના આશ્રયભૂત એવાં