________________
૧૧)
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ પણ થાય, સંસારસેવન કરે છતાં સંતાન પ્રાપ્તિ ન પણ થાય ઈત્યાદિ સચેતનની પણ અનેક ક્રિયા ફળ વિનાની હોય છે. તેવી રીતે જીવ દ્વારા કરાતી દાનાદિ ક્રિયા ફળવાળી જ હોય એવો નિયમ રહેતો નથી. દાન અને હિંસાદિ ક્રિયાનું ફળ ન હોય એમ પણ બને.
ઉત્તર - તમારો આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે દાનાદિ, હિંસાદિ, ખેતી આદિ, વેપાર આદિ અને સંસારસેવન આદિ જે કોઈ શુભ અથવા અશુભ ક્રિયા સચેતન જીવ વડે કરાય છે તે અવશ્ય ફળવાળી જ છે. (તેનું અવશ્ય ફળ છે જ) એમ માનીને જ કરાય છે. કોઈ કોઈ સ્થાને આ ક્રિયાઓ કરવા છતાં જે નિષ્ફળતા દેખાય છે તે ક્રિયા કરવા સંબંધી સાચું જ્ઞાન ન હોવાથી એટલે કે અજ્ઞાનદશા હોવાથી અથવા બીજાં બીજાં કારણોની વિકલતાથી નિષ્ફળતા આવે છે. જેમ ખેતી કરવાની આવડત ન હોય, વેપારની રીતભાત ન જાણતા હોય તો અનાવડતથી કરાયેલી ક્રિયા નિષ્ફળ જાય છે. તથા સમજણપૂર્વક ખેતી આદિ ક્રિયા કરી હોય પણ વરસાદ ન આવે અથવા જોઈએ તેવો પ્રકાશ, પવન આદિ અન્ય કારણો ન મળે તો અન્ય કારણની વિકલતાથી નિષ્ફળતા પણ હોય છે.
ખેતીની ક્રિયા અવશ્ય ધાન્ય-નિષ્પત્તિના ફળને આપનારી જ છે પરંતુ વાવણી કરવાની અનાવડત (અજ્ઞાનતા) અથવા પાણી-પ્રકાશ-ખાતર અને હવા આદિ અન્ય કારણની વિકલતાથી નિષ્ફળતા આવે છે. વેપાર કરવાની ક્રિયા અવશ્ય ધનલાભના ફળને આપનારી છે. પરંતુ વેપાર કરવાની અનાવડતથી (ગમે તેવો ખોટો વેપાર કરવાથી) અથવા વેચવા યોગ્ય માલનો અભાવ, યોગ્ય માણસોનો અભાવ, ઉચિત જગ્યાનો અભાવ, સાવધાનતાનો અભાવ આમ કારણાન્તરની વિકલતાથી નિષ્ફળતા પણ જરૂર થાય છે. આ જ પ્રમાણે દાનાદિ શુભ ક્રિયા આ જીવ કરે પરંતુ મનની પ્રસન્નતા આદિ કારણાન્તરની વિકલતા હોય તો પુણ્યબંધ થવારૂપ ફળપ્રાપ્તિ થતી નથી. તથા હિંસા આદિ અશુભક્રિયા
આ જીવ કરે પરંતુ તે ક્રિયામાં મનની રસિકતા કે આનંદ ન હોય. પરંતુ પશ્ચાત્તાપાદિ વિપરીત કારણ હોય તો પાપબંધરૂપ ફળની અપ્રાપ્તિ પણ હોય છે. આમ નિષ્ફળતાનું કારણ અજ્ઞાનતા અને કારણોત્તરની વિકલતા છે. પરંતુ દાનાદિ અને હિંસાદિ ક્રિયા પોતે નિષ્ફળ નથી.
પ્રશ્ન - કદાચ અહીં કોઈ શિષ્ય આવો પ્રશ્ન કરે કે દાનાદિ જે ધર્મક્રિયા છે તે કર્યા પછી મનની ઘણી જ પ્રસન્નતા અને હર્ષ આદિ દેખાય છે તેથી તે દાનાદિક્રિયાનું ફળ મનની પ્રસન્નતા અને હર્ષ આદિ જ માની લઈએ તો શું દોષ? કે જે ફળ અમારા જેવાને પણ પ્રત્યક્ષ-સાક્ષાત્ દેખાય છે. જેમ ખેતી ક્રિયા જરૂર ફળવાળી છે પરંતુ તેનું ફળ “ધાન્યની પ્રાપ્તિ” છે અને આ ધાન્યની પ્રાપ્તિરૂપ ફળ પ્રત્યક્ષ ઈન્દ્રિયગોચર છે એટલે