________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
क्रियासामान्याद् यत्फलमस्यापि तद् मतं कर्म ।
तस्य परिणामरूपं सुखदुःखफलं यतो भूयः ॥ )
ગણધરવાદ
૧૦૯
ગાથાર્થ દાનાદિ ક્રિયાઓમાં ક્રિયા-ફલભાવ હોવાથી ખેતીની ક્રિયાની જેમ અવશ્ય તે દાનાદિ ક્રિયાઓનું કંઈક ફલ છે. અહીં કદાચ શિષ્યની આવી બુદ્ધિ થાય કે મનની પ્રસન્નતા આદિ ર્દષ્ટફળ એ જ દાનાદિ ક્રિયાનું ફલ હો. તો મનની પ્રસન્નતા એ પણ ક્રિયાસામાન્ય હોવાથી તેનું પણ જે ફળ છે તે કર્મ કહેલું છે અને આ કર્મના વિપાકોદયના પરિણામસ્વરૂપ સુખદુઃખાત્મક જે ફળ છે તે આ જીવ ફરી ફરી અનુભવે છે. ૧૬૧૫-૧૬૧૬/
વિવેચન આ ગાથામાં કર્મતત્ત્વની સિદ્ધિ માટે ત્રીજું અનુમાન પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ સમજાવે છે. વાનાવીનાં પત્નમત્યેવ (પ્રતિજ્ઞા), યિાપનમાવાત્ (હેતુ), કૃષિયિાવ (ઉદાહરણ) સચેતન એવા જીવ વડે જે જે બુદ્ધિપૂર્વક ક્રિયા કરાય છે તે તે ક્રિયા અવશ્ય ફળવાળી જ હોય છે. (એટલે કે ફળના સંભવવાળી જ હોય છે) જેમ કે ખેડુત વડે કરાતી ખેતીની ક્રિયા. આ સંસારમાં સચેતન એવા ખેડુત વડે બુદ્ધિપૂર્વક ખેતીની ક્રિયા કરાય છે. માટે અવશ્ય ખેતી ક્રિયા ધાન્યનિષ્પત્તિના ફળના સંભવવાળી છે. તેની જેમ દાનાદિ (દાન અને હિંસાદિ) ક્રિયા સચેતન એવા જીવ વડે બુદ્ધિપૂર્વક સમજી-વિચારીને કરાય છે. તે માટે અવશ્ય તે દાનાદિની અને હિંસાદિની ક્રિયા પુણ્યપાપના બંધસ્વરૂપ ફળના સંભવવાળી છે. તેથી દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું જે ફળ છે તે જ પુણ્ય-પાપરૂપ કર્મ છે એમ જાણવું.
જે જે નિષ્ફળ ક્રિયા હોય છે તે તે સચેતન જીવ વડે બુદ્ધિપૂર્વક આરંભાયેલી ક્રિયા હોતી નથી. જેમ પરમાણુ-વંચણુકાદિ પુદ્ગલદ્રવ્યોમાં થતી ગમનાગમનરૂપ ક્રિયા અથવા રૂપાન્તર થવારૂપ ક્રિયા. તે ફળવાળી ક્રિયા નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ છે. દાનાદિની અને હિંસાદિની ક્રિયા સચેતન જીવ વડે બુદ્ધિપૂર્વક કરાય છે. તેથી તે અવશ્ય ફળવાળી જ છે. આવા પ્રકારની દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું જે ફળ છે તે જ કર્મ છે. (પુણ્ય-પાપ સ્વરૂપ બે પ્રકારનું કર્મ છે.)
પ્રશ્ન - તમારું ઉપરોક્ત અનુમાન ખોટું છે. કારણ કે હેતુ અનૈકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. તે આ પ્રમાણે - સચેતન જીવ દ્વારા બુદ્ધિપૂર્વક આરંભાયેલી ખેતી વગેરે કોઈ કોઈ ક્રિયા નિષ્ફળ પણ થાય છે. સચેતનની બધી ક્રિયા ફળવાળી જ હોય એવો નિયમ નથી. ખેતી કરે છતાં ધાન્ય-નિષ્પત્તિ ન પણ થાય, વેપાર કરે પણ ધનલાભ ન