________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ મહાનસમાં જ ધૂમ-વતિ અને તેના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન કરેલું છે. પક્ષીભૂત પર્વતમાં આ સંબંધ જોયેલો હોતો નથી. તેમ અહીં પણ દેખાન્તીભૂત ધર્મી એવા દેવદત્તમાં દેશાન્તરની પ્રાપ્તિ ગતિપૂર્વક જ છે. આમ સામાન્યપણે પ્રત્યક્ષ દ્વારા નિર્ણય કરીને જ સૂર્યમાં પણ તે દેશાન્તરપ્રાપ્તિને તથૈવ = તેવા પ્રકારની ગતિપૂર્વક જ છે. આમ પ્રમાતા સિદ્ધ કરે છે. માટે તે દૃષ્ટાન્તમાં પણ પૂર્વકાલમાં લિંગ-લિંગીને અને સંબંધને જોયેલો છે જ અને આ સંબંધ જોયેલો છે તો જ સાધ્યની સિદ્ધિ થાય છે.
- ઉપરોક્ત અનુમાનોની જેમ જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય એવો જીવના અસ્તિત્વની સાથે અવિનાભાવ સંબંધવાળો કોઈપણ હેતુ કોઈપણ દૃષ્ટાન્તમાં પ્રત્યક્ષપ્રમાણથી દેખાયેલો નથી. તેથી આવા પ્રકારના “સામાન્યતોદે” અનુમાનથી પણ આત્માના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. દેવદત્તમાં દેશાન્તરપ્રાપ્તિ અને ગતિમત્ત્વ જોયેલું છે તો સૂર્યમાં તેને અનુસાર દેશાન્તરપ્રાપ્તિ દેખાવાથી ગતિવાળાપણું સિદ્ધ થાય છે. મહાનસમાં ધૂમ-વહ્નિ અને તેનો સંબંધ જોયેલો છે. તો જ પર્વતમાં વતિ સિદ્ધ થાય છે. તેની જેમ જીવના અસ્તિત્વને સિદ્ધ કરે એવો અવિનાભાવસંબંધવાળો હેતુ જેમાં હોય એવું કોઈ દૃષ્ટાન્ત પણ નથી તથા પૂર્વકાલમાં આવું કોઈ દૃષ્ટાન્ત જોયેલું પણ નથી. તેથી આત્માનું અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ થતું નથી આવા વિચારો હે ઈન્દ્રભૂતિ ! તમારા હૈયામાં વર્તે છે. I/૧૫૫૧il.
આત્મા પ્રત્યક્ષ ભલે નથી, તેમ અનુમાનથી ગમ્ય પણ ભલે ન હો. તો પણ આ આત્મા આગમગમ્ય છે. એટલે કે આગમશાસ્ત્રોના આધારે આત્મા છે. આમ તેનું અસ્તિત્વ સિદ્ધ થશે આવું કોઈ કહે તો આ વાત પણ બરાબર નથી. તે જણાવે છે -
नागमगम्मो वि तओ, भिज्जइ जं नागमोऽणुमाणाओ । न य कासइ पच्चक्खो, जीवो जस्सागमो वयणं ॥१५५२॥ (नागमगम्योऽपि सको, भिद्यते यद् नागमोऽनुमानात् । न च कस्यचिद् प्रत्यक्षो, जीवो यस्यागमो वचनम् )
ગાથાર્થ - તે જીવ આગમગમ્ય પણ નથી. કારણ કે આ આગમપ્રમાણ એ અનુમાનથી કંઈ જુદું નથી. વળી આત્મા કોઈને પણ પ્રત્યક્ષ દેખાયો નથી કે જેનું વચન આગમપ્રમાણ છે એમ મનાય. ll૧૫૫//
વિવેચન - આત્મા ઈન્દ્રિયોથી ભલે પ્રત્યક્ષ ન દેખાય. લિંગ-લિંગીનો સંબંધ