________________
૩૪૮
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
છે અને તે બાંધેલા કર્મો ચિત્ર-વિચિત્ર હોવાથી તખન્યસ્ય = તેવા તેવા કર્મોનો ઉદયકાલ થવાથી પ્રાપ્ત થનારાં ફળો પણ ચિત્ર-વિચિત્ર હોવાથી કર્મવાળા સંસારી જીવમાં નારકતિર્યંચ-મનુષ્ય અને દેવરૂપે જન્મ પામવા સ્વરૂપ ફળ પણ ચિત્ર-વિચિત્ર ઘટી શકે છે. તેથી કર્માનુસારે ભવાન્તરમાં ફળપ્રાપ્તિ થાય છે. આમ હે સૌમ્ય ! તમે સ્વીકારો. ૧૭૭૮
આ જ વાતની સિદ્ધિ માટે “અનુમાનપ્રમાણ” સમજાવતાં કહે છે - चित्तं संसारित्तं विचित्तकम्मफलभावओ हेऊ ।
इह चित्तं चित्ताणं कम्माण फलं व लोगम्मि ॥१७७९ ॥
(चित्रं संसारित्वं, विचित्रकर्मफलभावतो हेतुः ।
इह चित्रं चित्राणां, कर्मणां फलमिव लोके ॥ )
ગાથાર્થ - સંસારી જીવોનું સંસારીપણું ચિત્ર-વિચિત્ર છે. ચિત્ર-વિચિત્ર કર્મના ફળસ્વરૂપ હોવાથી, આ હેતુ જાણવો. જેમ ચિત્ર-વિચિત્ર કાર્યોનું ફળ આ લોકમાં ચિત્રવિચિત્ર હોય છે તેમ. ।।૧૭૭૯।।
વિવેચન - ગાથા ૧૭૭૮ માં કહેલી જે વાત છે તે જ વાત પરમાત્માશ્રી “અનુમાન પ્રયોગ” કરવા પૂર્વક સમજાવે છે. “સંસારિખીવાનાં સંસારત્વ ચિત્રમ્'' સંસારી જીવોનું નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવાદિ રૂપે ઉત્પન્ન થવા સ્વરૂપ સંસારીપણું ચિત્ર-વિચિત્ર છે, ભિન્ન ભિન્ન છે, સદેશ નથી. આ પ્રતિજ્ઞા જાણવી. વિચિત્રસ્ય ર્મા: પાત્ = કારણ કે નર-નારકાદિ રૂપે જે ભિન્ન-ભિન્ન સંસારીપણું પ્રાપ્ત થાય છે તે પૂર્વે બાંધેલા ચિત્ર-વિચિત્ર કર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે અને કર્મો ચિત્ર-વિચિત્ર છે. માટે તેનું ફળ પણ ચિત્ર-વિચિત્ર છે. આ હેતુ છે.
“જેનું જેનું કારણ ચિત્ર-વિચિત્ર હોય છે તેનાથી થયેલું કાર્ય (ફળ) પણ ચિત્રવિચિત્ર હોય છે. આ અન્વયવ્યાપ્તિ જાણવી. જેમકે આ લોકમાં એકસરખો ધંધો-વ્યવસાય કરનારા વેપારીઓમાં અને એકસરખી ખેતી કરનારા ખેડુતોમાં પૂર્વબદ્ધ કર્મ ભિન્ન-ભિન્ન હોવાથી ફલપ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન જ હોય છે. કોઈકને ધંધો સારો ચાલે, કોઈકને નુકશાન થાય, કોઈકને ખેતીમાં ઘણું અનાજ પાકે, કોઈકને બરાબર ન પાકે. આમ, કર્મના ભેદથી ફળમાં ભેદ પડે જ છે. આ અન્વય ઉદાહરણ સમજવું. તેની જેમ પૂર્વભવમાં બાંધેલ કર્મોના ઉદયથી જીવો આ ભવમાં મનુષ્ય-તિર્યંચ-નારકી-દેવ-સ્ત્રી-પુરુષ-નપુંસક આદિપણે ભિન્ન-ભિન્ન રૂપે બને છે.