________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૧૭
પુણ્ય એ દુઃખનું કારણ જ નથી. માટે પીડાવાળું દુઃખી શરીર પાપકર્મના (અશુભ કર્મના) ઉદયથી જન્ય છે. આ રીતે જેમ પુણ્ય છે તેમ પાપ પણ છે જ.
અલ્પ પુણ્ય હોય તો પણ તેના વડે શુભ જ દેહ પ્રાપ્ત થાય. ભલે અલ્પ શુભતા હોય પણ દુઃખી શરીર ન જ પ્રાપ્ત થાય. જેમકે અલ્પમાત્રાવાળા સુવર્ણ વડે જે ઘટ બનાવાય તે ઘટ ભલે નાનો બને, પણ બને તો સોનાનો જ, પરંતુ તે કંઈ માટીનો કે તાંબાનો ઘટ બનતો નથી. સારાંશ કે સોનું ભલે અલ્પમાત્રાવાળું હોય તો પણ તે વિશિષ્ટ ધાતુપણે જ રહે, તેમ પુણ્યનો ભલે અપકર્ષ હોય તો પણ તે પુણ્યકર્મ હોવાથી સુખનો જ હેતુ બને. દુઃખનો હેતુ ન બને. ભલે અલ્પમાત્રાવાળું સુખ આપે પણ સુખ જ આપે દુઃખ તો ન જ આપે. માટે દુઃખી, રોગી, પીડિત એવું શરીર પુણ્યાપકર્ષજન્ય નથી. પરંતુ પાપના ઉદયથી જન્ય છે. તેથી કેવલ એકલું પુણ્ય આ સંસારમાં નથી. પણ પુણ્ય અને પાપ એમ બન્ને કર્મો છે જ. આ રીતે “કેવલ એકલું પુણ્યકર્મ જ છે” આ નામના પ્રથમપક્ષનું ખંડન અહીં સમાપ્ત થયું. l૧૯૩૩
હવે “પાપકર્મ જ એકલું છે, તેના ઉત્કર્ષથી દુઃખ અને તેના જ અપકર્ષથી સુખ મળે છે. આ નામનો બીજો પક્ષ તથા પુણ્ય-પાપાત્મક મિશ્ર કર્મ છે. આ નામના ત્રીજા પક્ષનું ખંડન કરતાં પરમાત્માશ્રી સમજાવે છે કે -
एवं चिय विवरीयं जोएजा सव्वं पावपक्खे वि । न य साहारणरूवं कम्म, तक्कारणाभावा ॥१९३४॥ ( एवमेव विपरीतं, योजयेत् सर्वं पापपक्षेऽपि । न च साधारणरूपं कर्म तत्कारणाभावात् ॥)
ગાથાર્થ - આ જ પ્રમાણે “એકલું પાપકર્મ જ છે” આવા પ્રકારના બીજા પક્ષમાં પણ ઉપરોક્ત સર્વ હકીકત વિપરીતપણે જોડવી. તથા પુણ્ય અને પાપ એમ બન્નેનું સાથે મળીને બનેલું મિશ્ર એવું પણ એક કર્મ નથી. કારણ કે તેવું મિશ્નકર્મ બંધાતું હોય તેવાં કારણોનો અભાવ છે. ૧૯૩૪
વિવેચન - ૧૯૦૮ ગાથામાં કહેલા પાંચ પક્ષોમાંથી પ્રથમ પક્ષ “પુણ્યકર્મ માત્ર જ છે” આ પક્ષનું ખંડન સમાપ્ત કરીને હવે “પાપકર્મ જ માત્ર છે” આવી માન્યતાવાળા બીજા પક્ષનું ખંડન આ ગાથામાં કરે છે. બીજા પક્ષવાળાનું કહેવું એવું છે કે –
આ સંસારમાં “પાપકર્મ જ એક છે” પુણ્યકર્મ નથી. પાપનો જો ઉત્કર્ષ હોય તો