________________
૫૧૬
નવમા ગણધર - અચલભ્રાતા
(देहो नापचयकृतः, पुण्योत्कर्ष इव मूर्तिमत्त्वात् ।
भवेद् वा स हीनतरकः, कथमशुभतरो महांश्च ? ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - શરીર એ પુણ્યના અપકર્ષથી જન્ય નથી, કારણ કે મૂર્તિમાન છે માટે, જેમ પુણ્યના ઉત્કર્ષથી પ્રાપ્ત થયેલ સુંદર શરીર. અથવા પુણ્યના અપકર્ષથી જન્ય જો શરીર હોય તો નાનું અને શુભ થવું જોઈએ પણ મહાન અને અશુભતર કેમ બને ? ૧૯૩૩॥
–
વિવેચન - રોગોથી ભરેલું અને અતિશય દુઃખી એવું હાથીનું મોટું શરીર કેવલ એકલા પુણ્યના અપચય માત્રથી બનેલું નથી. જે લોકો કેવલ એકલા પુણ્યકર્મને જ માને છે, પાપને માનતા નથી. આવા પ્રકારનો પાંચ વિકલ્પોમાંનો જે પ્રથમ વિકલ્પ છે. તેઓના મતે પુણ્યના ઉત્કર્ષથી સુંદર શરીર બને છે અને પુણ્યના અપકર્ષથી દુઃખી શરીર પ્રાપ્ત થાય છે. આવી તેઓની માન્યતા છે. તે વાતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
દુઃખી-રોગી અને વેદનાથી ભરેલું હાથીનું શરીર કેવલ એકલા પુણ્યના અપકર્ષ માત્રથી થયેલું નથી. કારણ કે તે શરીર મૂર્તિમાન છે માટે, જે જે શરીરો મૂર્તિમાન હોય છે તે તે શરીરો કેવલ પુણ્યના અપકર્ષથી જન્ય હોય એવી વ્યાપ્તિ થતી નથી. જેમકે અનુત્તરવાસી દેવોનાં શરીરો અને ચક્રવર્તી રાજાનાં શરીરો, આ શરીરો મૂર્તિમાન છે અને પુણ્યાપકર્ષજન્ય નથી, પણ પુણ્યના ઉત્કર્ષજન્ય છે. આ અન્વયવ્યાપ્તિ થઈ. તથા જે જે પુણ્યના અપકર્ષજન્ય હોય છે તે તે મૂર્તિમાન પણ હોતું નથી. જેમકે કંઈ પણ ન પ્રાપ્ત થવું તે. અર્થાત્ જેમ જેમ પુણ્ય ઘટતું જાય છે તેમ તેમ આ જીવને મૂર્તિમાન એવું કોઈપણ સુખસાધન મળતું નથી. આ વ્યતિરેક વ્યાપ્તિ જાણવી.
આ રીતે વિચારતાં જેમ ઉત્કૃષ્ટપુણ્યથી અતિશય સુંદર દેહની પ્રાપ્તિ થાય છે તેમ જો પુણ્યના અપકર્ષથી દેહની પ્રાપ્તિ થતી હોય તો અલ્પ એવી પણ સુંદરતાવાળું શરીર મળવું જોઈએ. અપકર્ષ હોવાથી અલ્પ અને પુણ્ય હોવાથી સુંદરતા અર્થાત્ પુણ્યના અપકર્ષથી મળતું શરીર અલ્પ શુભતાવાળું હોવું જોઈએ. પણ ઘણું મોટું અને અશુભતર ન હોવું જોઈએ. તેથી દુઃખી એવું હાથીનું શરીર ઘણું મોટું છે અને ઘણું અશુભ છે. અર્થાત્ ઘણી પીડા (વેદના)વાળું છે. તેથી તે પુણ્યાપકર્ષજન્ય કેમ કહેવાય ?
જે મોટાપણું છે તે મહાન-પુણ્યના ઉત્કર્ષથી જન્ય છે અને જે રોગી-દુઃખી-પીડિતઅશુભતરપણું છે તે અશુભ કર્મોથી (પાપથી) પ્રાપ્ત થાય છે. કારણ કે પુણ્ય એ સુખનું કારણ છે તેથી જેમ પુણ્યનો ઉત્કર્ષ હોય તો સુખનો ઉત્કર્ષ હોય છે. તેમ જો પુણ્યનો અપકર્ષ હોય તો સુખની અલ્પતા હોય, પણ દુ:ખની બહુલતા તો ન જ હોય. કારણ કે