SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમા ગણધર - પ્રભાસ ૬૨૧ ઉત્તર - તે આ પ્રશ્ન બરાબર નથી. કેમ નથી ? તો ‘“અશરીર'' શબ્દના ગ્રહણથી પ્રભાસજીની કલ્પના બરાબર નથી. ભાવાર્થ એવો છે કે ‘‘ન વિદ્યતે શરીરૂં યસ્ય'' નથી વિદ્યમાન શરીર જેને એવો અર્થ કરવાથી પર્યુદાસ નગ્ વાળો નિષેધ હોવાથી પૂર્વે કહેલી યુક્તિ વડે મુક્તિ અવસ્થામાં અશરીર શબ્દથી શરીર વિનાનો એવો જીવ છે એમ જણાય છે. તેથી સાર ના પ્રશ્લેષવાળું (સંધિ થઈ છે આવું) વ્યાખ્યાન કરવું તે ઉચિત નથી. કારણ કે ‘‘અશીર'' શબ્દ લખેલો હોવાથી શરીર નથી વિદ્યમાન જેને એવો જીવ આવો અર્થ જ સિદ્ધ થાય છે. ગણધરવાદ વળી ‘‘પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ'' આવું જે સ્પર્શના ન થવારૂપ વિશેષણ આપ્યું છે તે પણ સવિષયક જ ઘટી શકે છે. શરીરરહિતપણે વસતા એવા જીવને સુખ-દુઃખ સ્પર્શતા નથી. જો જીવ જેવું તત્ત્વ રહેતું હોય તો જ સુખ-દુઃખની સ્પર્શના નથી એમ કહેવું શોભાને પામે છે. તેથી મુક્તિમાં જીવનો અભાવ સિદ્ધ થતો નથી. જો શરીર શબ્દથી જીવનો સર્વથા અભાવ જ અર્થ કરવાનો હોત તો “તેને પ્રિયાપ્રિય સ્પર્શતાં નથી” આવું વિશેષણવાળું કથન અનર્થક જ થાય. કારણ કે જેમ વન્ધ્યાપુત્ર જગતમાં નથી તેથી “તેને એટલે કે વન્ધ્યાપુત્રને પ્રિયાપ્રિય સ્પર્શતાં નથી” આવા પ્રકારનું વિશેષણ-વિશેષ્ય ભાવવાળું કથન શોભાને પામતું નથી. તેથી જે સર્વથા અસત્ હોય છે ત્યાં આવું કથન કરાતું નથી. મુક્તિમાં આવું કથન કરેલું છે. માટે ‘‘અશરીર’’ શબ્દથી વાચ્ય એવો જીવ મુક્તિ અવસ્થામાં છે. પરંતુ ત્યાં સર્વથા જીવનો અભાવ નથી. તેથી ઝાર ની સંધિવાળું વ્યાખ્યાન શોભા પામતું નથી. તેથી ઉપર કહેલી ચર્ચા પ્રમાણે ‘‘અશરીર વા વસન્ત'' શરીરરહિતપણે મુક્તાવસ્થામાં વર્તતો જીવ છે. આ રીતે જીવ અને કાર્યણશરીરનો વિયોગ થવારૂપ મોક્ષ, મોક્ષમાં અશરીરીપણે જીવનું અસ્તિત્વ આ બન્ને વાતોનું વેદમાં વિધાન કરેલ હોવાથી તે બે વાતોનો નિષેધ કરતા એવા તમને “અલ્યુપગમવિરોધ” નામનો દોષ આવશે. આ ગાથામાં (૧) મુક્તિનું અસ્તિત્વ અને (૨) મુક્તિમાં જીવનું અસ્તિત્વ આ બે વાતની ચર્ચા કરીને આ બન્ને વાતોની સિદ્ધિ કરી. પણ મુક્તિમાં અનંતસુખ હોય છે આ ત્રીજી વાત સમજાવવાની બાકી રહે છે. તે બાબતની ચર્ચા હવે પછીની બે ગાથામાં કરે છે. ૨૦૨૧॥ एवं पि होज्ज मुत्तो, निस्सुहदुक्खत्तणं तु तदवत्थं । तं नो पियऽप्पियाइं जम्हा पुण्णेयरकयाइं ॥२०२२॥ नाणाऽबाहत्तणओ न फुसंति वीयरागदोसस्स । तस्स प्पियमप्पियं वा मुत्तसुहं को पसंगोऽत्थ ? ॥२०२३॥
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy