________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
તથા ગાથા નં. ૧૬૯૪ માં શું જાતવસ્તુ ઉત્પન્ન થાય છે ? કે અજાતવસ્તુ ઉત્પન્ન થાય છે ? કે ઉભયાત્મક વસ્તુ ઉત્પન્ન થાય છે ? ઈત્યાદિ પ્રકારો પાડીને તમે જે વસ્તુના અસ્તિત્વનું ખંડન કરીને શૂન્યતા સાધવાનો પ્રયાસ કર્યો છે. ત્યાં ભગવાનશ્રી ઉત્તર આપે છે કે -
૨૮૨
किं तं जायं ति मई, जायाजाओभयंपि जदजायं ।
अह जायं पि न जायं, किं न खपुप्फे वियारोऽयं ॥१७२५॥
( किं तज्जातमिति मतिर्जाताजातोभयमपि यद्यजातम् ।
अथ जातमपि न जातं किं न खपुष्पे विचारोऽयम् ॥ )
ગાથાર્થ - જાત-અજાત અને ઉભયાત્મક પ્રકારોના આધારભૂત વસ્તુ નાત = ઉત્પન્ન થયેલી જગતમાં છે. આવી શું તમારી બુદ્ધિ છે ? અથવા તે વસ્તુ શું અજાત છે આવી તમારી બુદ્ધિ છે ? હવે જો એમ કહો કે તે વસ્તુ ખાત છે. તો જાત-અજાત અને ઉભયથી છે કે નહીં આવો વિચાર કેમ કરાય છે ? અને જો તે વસ્તુ અજાત છે અને વિકલ્પો કરાય છે તો તો તે વિચાર આકાશપુષ્પમાં કેમ કરાતો નથી ? ॥૧૭૨૫
વિવેચન - પૂર્વે આવી ગયેલી ૧૬૯૪ મી ગાથામાં તમે (વ્યક્તપંડિતે) પોતાની માનેલી શૂન્યતા સિદ્ધ કરવા માટે વસ્તુના અસ્તિત્વનું ખંડન કરવા સારુ આવા વિકલ્પો પાડેલા છે. તમે તે ગાથામાં કહેલું છે કે આ સંસારમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે. તે શું નાત = ઉત્પન્ન થયેલી છે અને ઉત્પન્ન થાય છે ? કે અજ્ઞાત = ઉત્પન્ન થયેલી નથી અને ઉત્પન્ન થાય છે ? જો નાત હોય અને ઉત્પન્ન થતી હોય તો અનવસ્થા આવે અને જો અજ્ઞાત હોય અને ઉત્પન્ન થતી હોય તો અભાવાત્મક એવી તે વસ્તુ ઉત્પન્ન થાય છે આવો અર્થ થાય અને આવો અર્થ થવાથી ખપુષ્પાદિ પણ ઉત્પન્ન થવાં જોઈએ. આ રીતે જાત અને અજાત એમ બન્ને પક્ષોમાં દોષ છે તેથી જાતાજાત પક્ષ પણ ઉભયદોષવાળો છે ઈત્યાદિ કહીને શૂન્યતા જ છે આમ સિદ્ધ કરેલું. ત્યાં ભગવાનશ્રી ઉત્તર આપે છે કે
શું આ સંસારમાં કોઈ ‘‘નાત’' વસ્તુ છે કે જેને જોઈને તમે તેના ખંડન માટે ખાતાનાતોમય વગેરે વિકલ્પો પાડો છો ? કે કોઈ નાત વસ્તુ છે જ નહીં. અજ્ઞાત જ બધું છે અને આ ખાતાનાતોમય ઈત્યાદિ વિકલ્પો પાડો છો ? જો કોઈ નાત વસ્તુ ઘટ-પટાદિ
છે આવી તમારી મિત હોય એટલે કે આ ઉત્પન્ન થયેલા ઘટપટાદિ જે દેખાય છે તે જાત છે એમ માનીને તેને આશ્રયી તમે વિકલ્પો પાડીને ખંડન કરતા હો તો આ ઘટ-પટાદિ નાત = ઉત્પન્ન થયેલા છે એટલે તેનું અસ્તિત્વ છે. આમ તો પહેલાં જ સ્વીકારી લીધું.