________________
ગણધરવાદ
૧૦૫
બીજા ગણધર - અગ્નિભૂતિ जो तुल्लसाहणाणं फले, विसेसो न सो विणा हेउं । कज्जत्तणओ गोयम ! घडोव्व हेऊ य सो कम्मं ॥१६१३॥ ( यस्तुल्यसाधनयोः फले विशेषो न स विना हेतुम् ।
कार्यत्वतो गौतम ! घट इव हेतुश्च स कर्म ॥)
ગાથાર્થ - તુલ્ય સાધનવાળામાં પણ ફલમાં જે વિશેષતા (ભેદ) હોય છે તે ઘટની જેમ કાર્ય હોવાથી કારણ વિના સંભવે નહીં. તેથી હે ગૌતમ ! તેનું જ કારણ છે તે જ કર્મ છે. ll૧૬ ૧૩/l
વિવેચન - બે મનુષ્યો હોય, અથવા ઘણા મનુષ્યો હોય, તેઓને બાહ્ય ભોગસુખનાં સાધનો પુષ્પમાળા - ચંદન અને સ્ત્રી આદિ તુલ્ય હોય, છતાં તે ભોગનાં સાધનો એકને આનંદ-પ્રમોદનો હેતુ બનતાં હોય અને બીજાને તે બંધન લાગવાથી અથવા પ્રતિકૂલ સ્વભાવ હોવાથી શોક અને પીડાનાં જ હેતુ બનતાં હોય એવું પણ બને છે. તેથી જ્યાં અનુકુળ સુખનાં સાધનો હોય ત્યાં સુખ જ હોય એવો નિયમ નથી. માટે ત્યાં કોઈક અષ્ટકારણ હોવું જોઈએ.
એવી જ રીતે અહિ (સર્પ), વિષ અને કંટકાદિ દુઃખનાં સાધનો બે માણસોને અથવા બહુ મનુષ્યોને તુલ્ય હોય છતાં તે દુઃખસામગ્રીમાં પણ દુઃખનો અનુભવ થવા સ્વરૂપ ફલમાં જે વિશેષતા એટલે કે તરતમતા દેખાય છે. તેની પાછળ અદૃષ્ટ એવું કોઈક કારણ હોવું જોઈએ. અદેખકારણ વિના દેખફલમાં ભેદ ઘટી શકે નહીં. કારણ કે આ સુખદુઃખનો અનુભવ એ પણ ઘટ-પટની જેમ એક પ્રકારનું કાર્ય છે. કાર્યમાં આવેલી ભિન્નતા કારણના ભેદ વિના સંભવે નહીં. તેથી તુલ્ય સાધનવાળામાં પણ ફળમાં જે વિશેષતા છે તે અદૃષ્ટ કારણને લીધે જ છે અને જે આ અદૃષ્ટ કારણ છે તે જ હે અગ્નિભૂતિ ! કર્મ છે.
- એક સરખા દર્દવાળા દર્દી એક જ ડૉક્ટર પાસે જાય અને દર્દ સમાન હોવાથી સમાન દવા લે, આ રીતે બાહ્ય ઔષધ સમાન લેવા છતાં એકનું દર્દ મટી જાય છે અને બીજાનું દર્દ મટતું નથી. તે મરણને શરણ થાય છે. આ ભેદમાં અદૃષ્ટ (કર્મ) જ કારણ છે. એક સરખા વિષયનો વેપાર કરતા બે વેપારીમાં એક વેપારી કમાય છે અને બીજો વેપારી નુકશાન કરે છે. આવા ફલભેદમાં અષ્ટ (કર્મ) જ કારણ છે. એક જ મુહૂર્ત લગ્ન કરનાર બે દંપતીમાં એક દંપતીનો સંસાર સાંસારિક સુખપૂર્વક ચાલે છે અને બીજાનો સંસાર દુઃખમય પણ બને છે. આ ફલભેદ અદેખ (એવા કર્મ) ને જ આભારી છે. એક જ ગાડીમાં બેઠેલાનો એક્સીડન્ટ થાય, છતાં એક-બે બચે છે, એક-બે ને વધારે વાગે છે