SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ પાંચમા ગણધર - સૌધર્મ ગણધરવાદ ઉદયથી ભવાન્તરમાં તે તે જીવોનું પારભવિક શરીરાદિ બને છે. કર્મ ચિત્ર-વિચિત્ર બંધાયેલું છે તેથી તેનો ઉદય પણ ચિત્ર-વિચિત્ર થાય છે. તેથી જીવોના શરીરાદિની રચના પણ ભિન્ન ભિન્ન અનેક પ્રકારની થાય છે. માટે મનુષ્ય મરીને પશુ પણ થાય, પશુ મરીને મનુષ્ય પણ થાય, સ્ત્રી મરીને પુરુષ પણ થાય અને પુરુષ મરીને સ્ત્રી પણ થાય. પરંતુ સમાનતા જ થાય એવો નિયમ નથી. ચિત્ર-વિચિત્ર કર્મના કારણે ભવાન્તરમાં ચિત્રવિચિત્ર રૂપતા પણ થાય છે. ૧૭૯૩ll ઉપરની ગાથામાં એમ કહેવામાં આવ્યું કે કાશ્મણવર્ગણાનું બનેલું કર્મ એ ચિત્રવિચિત્ર છે. મિથ્યાત્વાદિ ચિત્ર-વિચિત્ર હેતુઓ વડે બંધાય છે માટે તે કર્મ ચિત્રવિચિત્ર છે અને તેથી ભવાન્તરમાં પ્રાપ્ત થતી શરીરાદિની રચના પણ ચિત્ર-વિચિત્ર છે, સદેશ નથી. આ વિધાન કર્મજન્ય પારભવિક શરીરાદિને આશ્રયી છે. કારણ કે હાલ તેનો પ્રસંગ હતો. હકીકતથી તો જગન્ના સર્વે પણ પદાર્થો આવા જ છે. કોઈપણ પદાર્થ સદાકાલ સંદેશ રહેતો નથી. સર્વ પદાર્થોમાં ત્રિપદી છે. તેથી કેવળ એકલા કર્મજન્ય પારભવિક શરીરાદિની રચનામાં જ ત્રિપદી સમજાવવી અથવા કહેવી એ અવ્યાપક ત્રિપદી કહેવાય. એમ કહેવાથી કર્મજન્ય પારભવિક શરીરાદિની રચના વિનાના બીજા પદાર્થો સદેશ જ હોય છે. આવો મિથ્યારૂપ એકાન્તવાદ થઈ જાય. તે દૂર કરવા સર્વત્ર વ્યાપક અને યથાર્થ સ્વરૂપવાળા અનેકાન્તવાદને સમજાવતાં કહે છે કે - अहवा सव्वं वत्थं, पइक्खणं चिय सुहम्म ! धम्मेहिं । संभवइ वेइ केहि वि, केहि वि तदवत्थमच्चंतं ॥१७९४॥ तं अप्पणो वि सरिसं, न पुव्वधम्मेहिं पच्छिमिल्लाणं । सयलस्स तिहुअणस्स च सरिसं सामण्णधम्मेहिं ॥१७९५॥ (અથવા સર્વ વસ્તુ પ્રતિક્ષUવ થર્મન થËઃ | सम्भवति व्येति कैरपि कैरपि तदवस्थमत्यन्तम् ॥ तदात्मनोऽपि सदृशं, न पूर्वधर्मैः पाश्चात्यानाम् । સની ત્રિભુવની, માં સામાન્યથ: I) ગાથાર્થ - અથવા હે સુધર્મ ! (એક પારભવિક શરીરની રચના માત્ર જ નહીં પણ) સર્વે વસ્તુ પ્રતિક્ષણે કેટલાક ધર્મો વડે ઉત્પન્ન થાય છે. કેટલાક ધર્મો વડે નાશ પામે છે અને કેટલાક ધર્મો વડે અત્યન્ત તે જ અવસ્થારૂપે ધ્રુવ રહે છે. /૧૭૯૪l
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy