________________
ગણધરવાદ
૨૦
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ (यदि नास्ति संशयी एव, किमस्मि नास्मीति संशयः कस्य ? । संशयिते वा स्वरूपे, गौतम ! किमसंशयं भवेत् ?)
ગાથાર્થ - જો સંશયી (સંશયવાળો એવો) જીવ આ જગતમાં નથી. તો પછી “હું છું કે હું નથી” આવો સંશય કોને થાય છે ? અને જો પોતાના સ્વરૂપને વિષે પણ સંદેહ જ છે. તો હે ગૌતમ ! આ સંસારમાં સંશય વિનાનું શું રહેશે ? સર્વત્ર સંશય જ રહેશે. //૧૫૫૭ll
વિવેચન - હે ગૌતમ ! જો મૂલભૂત આત્મા નામનો પદાર્થ એટલે કે જેને આવો સંશય થાય છે તે સંશયવાળો આત્મા જ નથી તો પછી “હું છું કે હું નથી” આવો સંશય કોને થાય છે ? કારણ કે નિર્ણય એ જેમ જ્ઞાન છે. તેમ સંશય એ પણ જ્ઞાન જ છે અને જ્ઞાન એ ગુણ છે. નિર્ણયાત્મક કે સંશયાત્મક પણ જ્ઞાનગુણ જો ગુણી આત્મા હોય તો જ સંભવે, ગુણી એવા આત્મા વિના નિર્ણયાત્મક કે સંશયાત્મક એવો જ્ઞાનગુણ ન જ સંભવે.
પ્રશ્ન - આત્મા નથી એમ નહીં, પણ સ્વતંત્ર નથી, દેહ એ જ આત્મા છે. એમ હું માનું છું. ભિન્ન આત્મા નથી.
ઉત્તર - હે ગૌતમ ! આવું જો તમે કહો તો તે ઉચિત નથી. કારણ કે દેહ એ મૂર્તિ (રૂપી) પદાર્થ છે અને જડપદાર્થ છે. જ્યારે જ્ઞાનગુણ એ અમૂર્ત છે અને ચેતન્યાત્મક છે. બન્ને વિપરીત પદાર્થો છે. જે અનુરૂપ પદાર્થો હોય છે તેનો જ ગુણ-ગુણીભાવ ઘટે છે. જેમકે ઘટ અને રૂપ. અનનુરૂપ (વિપરીત) પદાર્થોનો ગુણ-ગુણીભાવ માનવો એ યોગ્ય નથી. કારણ કે જો અનનુરૂપનો પણ ગુણ-ગુણીભાવ મનાય તો “આકાશ અને રૂપ-રસગંધ-સ્પર્શનો પણ તેવા પ્રકારનો ગુણ-ગુણીભાવ માનવાનો પ્રસંગ આવે. તે આકાશાદિને પણ રૂપવાળું-રસવાળું ઈત્યાદિ માનવાની આપત્તિ આવવારૂપ અતિવ્યાપ્તિ આવે તેમજ આત્મા વિના એકલા દેહમાત્રને “હું છું” એવો નિર્ણયાત્મક બોધ કે “હું છું કે હું નથી” એવો સંશયાત્મક બોધ પણ થતો નથી જ. માટે દેહથી ભિન્ન આત્મા છે.
વળી જો આત્માના મૂલસ્વરૂપમાં જ (એટલે કે આત્માના અસ્તિત્વમાં જ) સંશય હોય તો હે ગૌતમ ! સંશય વિનાનું બાકી શું રહે? અર્થાત્ શેષ-બાકીનું પણ સંશયરહિત કેમ કહેવાય ? એટલે કે બાકીના ભાવોમાં પણ સંશય જ રહેશે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે - “હું છું કે હું નથી” આવા પ્રકારનો આત્માના મૂલ સ્વરૂપમાં જ જો સંશય છે અર્થાત્ “આત્મા છે જ” એવો નિર્ણય જો નથી તો જીવ કર્મ