________________
૧00
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
किं मन्ने अत्थि कम्मं, उयाहु न स्थित्ति संसयो तुझं । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१६१०॥ (किं मन्यसेऽस्ति कर्म, उताहो नास्तीति संशयस्तव । વેપાનાં વીર્થ, નાનાસિ તેષામયમર્થ. )
ગાથાર્થ - એ અગ્નિભૂતિ ! કર્મ છે કે કર્મ નથી ? આવો સંશય તને છે. પરંતુ વેદપદોનો અર્થ તું બરાબર જાણતો નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૬ ૧all
વિવેચન - ભગવાન શ્રી મહાવીરપ્રભુ આ જીવ પ્રતિબોધ પામવાનો જ છે, કલ્યાણપ્રાપ્તિ બહુ જ નિકટ છે. આવું જાણતા હોવાથી કરૂણા ભરેલી વાણીથી અગ્નિભૂતિને બોલાવે છે કે હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે તમારા મનમાં આવા વિચારો કરી રહ્યા છો કે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ આ પાંચ કર્મબંધના હેતુઓથી યુક્ત એવા સંસારી જીવો વડે મન-વચન-કાયા દ્વારા જે કરાય તેને કર્મ કહેવાય છે. જે જ્ઞાનાવરણીયાદિ રૂપે મૂલભેદે આઠ પ્રકારનું અને ઉત્તરભેદે એકસો અઠ્ઠાવન ભેદવાળું શાસ્ત્રોમાં કહેલું છે તે કર્મ શું વાસ્તવિક છે કે નથી? સાચેસાચ કર્મ જેવું કોઈ તત્ત્વ છે કે આ બધી કર્મસંબંધી વાતો બોગસ છે, મિથ્યા છે ? આવો સંશય તમારા હૃદયમાં વર્તે છે પરંતુ તમારો આ સંશય ઉચિત નથી.
હે અગ્નિભૂતિ ! તમને જે આ સંશય થયો છે તે ખરેખર પરસ્પર વિરુદ્ધ એવાં બન્ને બાજુનાં વેદનાં પદો જોવાથી અને સાંભળવાથી થયો છે. કેટલાંક વેદપદો કર્મના અસ્તિત્વને સૂચવનારાં છે અને કેટલાંક વેદપદો કર્મના નાસ્તિત્વને સૂચવનારાં છે. તે બન્ને બાજુનાં પદો તમારા જોવામાં આવ્યાં છે. તેથી પરસ્પર વિરુદ્ધ વેદપદોના જાણવાથી તમને આ સંદેહ થયો છે. ખરેખર તો આ વેદપદોના વાસ્તવિક-સાચા અર્થને તમે જાણતા જ નથી. તેથી જ સંશય કરો છો. તે વેદપદનો સાચો અર્થ (યથાર્થ અર્થ) આ પ્રમાણે છે. તે હું તમને હવે કહું છું. સાવધાન થઈને બરાબર સાંભળો. ll૧૬૧oll
कम्मे तुह संदेहो, मन्नसि तं नाणगोयराईयं । तुह तमणुमाणसाहणमणुभूइमयं फलं जस्स ॥१६११॥ (कर्मणि तव सन्देहो, मन्यसे तज् ज्ञानगोचरातीतम् । तव तदनुमानसाधनमनुभूतिमयं फलं यस्य ॥)