________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૩૧ મથ” અહીં ધર્મ નહીં તે અધર્મ એમ શબ્દ પ્રમાણે ધર્મનો નિષેધ જ માત્ર થાય પણ આ અધર્મ શબ્દ ધર્મના અભાવ માત્રને કહેતો નથી. પરંતુ ધર્મ એ જેમ સદાચાર સ્વરૂપ શુભપ્રવૃત્તિ છે તેમ અધર્મ એટલે તેનાથી વિપરીત જે દુરાચારવાળી પાપિઇ પ્રવૃત્તિ છે તેને અધર્મ કહેવાય છે. જો ધર્મ ન હોય તેને અધર્મ કહેવાય તો ધર્મ ન કરતા સામાન્ય માણસ અથવા ઘટ-પટ આદિ પદાર્થ પણ અધર્મી કહેવરાવા જોઈએ. પણ લોકો તેને અધમ કહેતા નથી. પરંતુ જે દુરાચારી છે, પાપી છે, ખોટા આચારો આચરે છે તેને જ અર્થાત્ ધર્મ વિરુદ્ધ આચરણવાળાને જ અધમ કહે છે.
આ પ્રમાણે અધર્મ શબ્દમાં વપરાયેલો નન્ પય્દાસ નય કહેવાય છે. તેથી ધર્મ જેમ સદાચારાત્મક છે તેમ અધર્મ પણ તેની સમાન અને તેનાથી વિપક્ષભૂત દુરાચારાત્મક આચારસ્વરૂપ છે. પણ શૂન્યાત્મક નથી. તેવી જ રીતે “અલોક” શબ્દમાં વપરાયેલો નમ્ એ પથુદાસ નગ્ન છે. પર્યુદાસ નમ્ વડે નિષેધ કરવા યોગ્ય જે પદાર્થ હોય છે તેને અનુરૂપ જ વિપક્ષ લેવો જોઈએ. “નો: તિ મનો:' આ સમાસમાં “જે લોક નહીં તે અલોક” આવો અર્થ થાય છે. ત્યાં વિધાન કરાતો જે લોક તે આકાશાત્મક છે. તેથી તેનો નિષેધ કરતા અલોક શબ્દ વડે પણ લોકથી વિપક્ષ એવો પણ લોકને અનુરૂપ આકાશ જ લેવાય. પણ ઘટ-પટ ન લેવાય. માટે અલોક નામનો આકાશાસ્તિકાય પદાર્થ છે. આમ સમજવું જોઈએ.
જેમ કોઈ માણસ બહુ જ ભણેલો-ગણેલો હોય તો તેને પંડિત કહેવાય છે. અને ન ભણેલાને અપંડિત કહેવાય છે. ત્યાં “અપંડિત” શબ્દ કહે છતે વિશિષ્ટ જ્ઞાનથી રહિત એવો પણ ચૈતન્ય ગુણવાળો પુરુષ જ લેવાય છે પણ ઘટ-પટ આદિ અચેતન પદાર્થ લેવાતા નથી. કારણ કે પંડિત શબ્દથી જો પુરુષ લેવાય છે. તો અપંડિત શબ્દથી પણ પુરુષ જ લેવાય છે. માત્ર વિશિષ્ટ જ્ઞાનવાળાપણું અને વિશિષ્ટ જ્ઞાનરહિતપણું આટલો જ તફાવત છે. પરંતુ પુરુષપણે સદેશ હોય તે જ વિપક્ષમાં લેવાય છે. તેમ અહીં લોકશબ્દથી આકાશ લેવાય છે તેથી અલોકશબ્દથી પણ લોકને અનુરૂપ આકાશ જ લેવાય છે. માત્ર જે આકાશ પાંચ દ્રવ્યના સંયોગવાળું છે તે લોકાકાશ અને જે આકાશ પાંચ દ્રવ્યના સંયોગ વિનાનું હોય છે તે અલોકાકાશ કહેવાય છે. આમ બને આકાશરૂપે અનુરૂપ જ હોવા જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
नयुक्तमिव युक्तं वा, यद्धि कार्यं विधीयते । तुल्याधिकरणेऽन्यस्मिंल्लोकेऽप्यर्थगतिस्तथा ॥