________________
૨૮૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથાર્થ - જેમ શૂન્યતા જણાવનારું વિજ્ઞાન અને વચન અજાત હોવા છતાં પણ કેમે કરીને જાત બન્યું છે તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ જાત થયેલા જાણવા. હવે શૂન્યતાના વિષયવાળું વિજ્ઞાન અને વચન જાત હોવા છતાં પણ જો અજાત માનશો તો આ શૂન્યતા કોના વડે પ્રકાશિત કરાઈ ? કોઈપણ વડે પ્રકાશિત થયેલી સિદ્ધ થશે નહીં. l/૧૭૨૭ll
વિવેચન - “ચં સર્વ ન'' આખું ય આ જગત શૂન્ય છે. ઘટ-પટ, જીવ-અજીવ આદિ કોઈપણ પદાર્થો આ સંસારમાં નથી. આવા પ્રકારનું હે વ્યક્તપંડિત ! જે તમારા મગજમાં વિજ્ઞાન વ છે અને તે સમજાવવા માટે જે આવા પ્રકારનાં વચનો તમે બોલો છો, તે વિજ્ઞાન અને વચનો આ સંસારમાં છે અને બોલો છો ? કે નથી અને બોલો છો? જો તેવું વિજ્ઞાન અને વચન તમારામાં વર્તે છે તો તે જાત છે અને વર્તે છે ? કે અજાત છે અને વર્તે છે ? કે ઉભયરૂપ છે અને વર્તે છે ? આ ત્રણે પક્ષો દ્વારા તમે જેમ ઘટપટાદિના અસ્તિત્વને ઉડાવો છો, તેમ આ જ ત્રણ પક્ષો દ્વારા શૂન્યતાસૂચક તમારું વિજ્ઞાન અને તમારાં વચન પણ કેમ ઘટશે ? અર્થાત્ નહીં જ ઘટે. એટલે મનાત = સત્ જ બનશે. જે રીતે ત્રણે પક્ષોથી તમને ઘટ-પટાદિનું અસ્તિત્વ જણાતું નથી એટલે કે આ ત્રણ પક્ષો દ્વારા ઘટપટાદિ પદાર્થોનું તમે ખંડન કરો છો તે જ રીતે આ જ ત્રણે પક્ષોથી શૂન્યતાની સિદ્ધિ કરનારું તમારું વિજ્ઞાન અને વચન પણ ઘટશે નહીં. તેનું પણ આ જ રીતે ખંડન થઈ શકે છે. તેથી શૂન્યતા સિદ્ધ થતી નથી.
હવે જો શૂન્યતાસૂચક આ વિજ્ઞાન અને વચન ન ગીતમ્ અર્થાત્ મનાતા જગતમાં કેમે કરી ઘટતું નથી છતાં પણ મનમાની માન્યતા પ્રમાણે જો “છે” એમ મનાય છે. તો પછી તે જ પ્રમાણે વિજ્ઞાન અને વચનની જેમ ઘટ-પટ વગેરે પદાર્થો પણ વિદ્યમાન હોય એમ કેમ ન બને ? અને જો એમ હોય તો પછી શૂન્યતા ક્યાં રહી ? અર્થાત્ તમે શૂન્યતા જ માનો છો છતાં તમારું વિજ્ઞાન અને વચન છે આમ તમે માનો છો તે વિજ્ઞાન અને વચનની જેમ ઘટ-પટાદિ પદાર્થો પણ હોઈ શકે છે. માટે શૂન્યતા નથી.
હવે શુન્યતાને જ માનવાના આગ્રહથી જો શુન્યતાસુચક એવાં આ વિજ્ઞાન અને વચન નાત = વિદ્યમાન છે, આમ માનશો. કારણ કે તમે બોલો છો તો જ તેનાથી તમારી શુન્યતા સિદ્ધ કરી શકો છો. છતાં પણ શૂન્યતા માનવાનો આગ્રહ હોવાથી આ વિજ્ઞાન અને વચન પણ મનાત નથી જ. તેનો પણ અભાવ જ છે. આમ જ કહેશો તો શૂન્યતાના સૂચક એવા વિજ્ઞાન અને વચન વિના આ શૂન્યતા કોના વડે સિદ્ધ કરશો ? છેવટે તમારી માનેલી શૂન્યતાને સિદ્ધ કરવા માટે પ્રમાણપૂર્વકનું વિજ્ઞાન અને વચનોચ્ચાર તો સ્વીકારવા જ પડશેને ? અને “તે છે” એમ સ્વીકારો તો શૂન્યતા ક્યાં રહી ? માટે વિજ્ઞાન અને